ઓનલાઇન અરજી - ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ) - SC Cast નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે | sje.gujarat.gov.in/gapb

ઓનલાઇન અરજી - ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ) નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે | sje.gujarat.gov.in/gapb (મહિલા સમૃધ્ધિ યોજના, પશુપાલન ધિરાણ યોજના, નાના ધંધા/વ્યવસાય ધિરાણ યોજના અને પેસેન્જર વાહન / માલવાહક યોજના)


ર્ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)

બ્લોક નં.૨, ડી-૨ વિંગ, ચોથો માળ, કર્મયોગી ભવન, સે-૧૦/એ, ગાંધીનગર અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય જાતિ (અતિ પછાત)ના વ્યકિતઓ માટે


અનુસૂચિત જાતિ પૈકી ૧૨ અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડિયા, સેનવાસૈનમાોનવા-સેવા-સૈડમા રાવત, તુરી, ગરો-ગૂરોડા- ગુરૂબ્રાહ્મણ-ગરવા, વણકર સાધુ, અનુતિના બાવા, થોરી, તીરગરનીરબંદા, તુરી-બારોટ, માતંગ, વાલ્મીકીસફાઈ કામદાર સિવાયના)ના વ્યકિતઓને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી નિગમ ધ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ માટે વર્ષ:૨૦૨૩-૨૪ અન્વયે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.


યોજનાનું નામ & યુનિટ કોસ્ટ રકમ રૂ. : 

  1. નાના ધંધા / વ્યવસાય પિરાણ - રૂ. ૧,૨૫,૦૦૦/-
  2. પશુપાલન - રૂ ૧,૦૦,૦૦૦/-
  3. પેસેન્જર વાહન / માલવાહક વાહન - રૂ ૭,૫૦,૦૦૦/-
  4.  મહિલા સમૃધ્ધિ - રૂ ૫૦,૦૦૦/-


આ અરજી કરવાની મુદત તા : ૨૩/૦૨/૨૦૨૪ થી તા.૨૩/૦૩/૨૦૨૪ સુધીની રહેશે. અરજી નિગમની વેબસાઇટ https://sje.gujarat.gov.in/gapb પર ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતા પહેલા યોજનાની વિગતો/શરતો અવશ્ય વાંચી લેવા જણાવવામાં આવે છે.

હેલ્પલાઈન નં: ૦૭૯-૨૩૨-૫૬૩૨૩

નોધ: ફોર્મ ભરતા સમયે પડતી મુશ્કેલીઓ માટે કચેરી સમય દરમ્યાન સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શક્યો. યોજનાની પાત્રતાની શરતો / ધોરણ નીચે મુજબ રહેશે.

1) અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ પૈકી (અતિપછાત) જાતિના અંત્યોદય સમાજના બેરોજગાર હોવા જોઇએ.(સફાઇકામદાર અથવા તેના આશ્રિત ન હોય તેવા)

2) અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ!.૩.૦૦ લાખથી વધુ હોવી જોઇએ નહી.

3) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી જોઇએ નહીં.(યોજનાકીય ધિરાણ માટે)

4) અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઇએ નહીં.

5) અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે.

6) બી.પી.એલ./વિધવા/ત્યક્તા/વિકલાંગને અગ્રિમતા આપવામાં આવશે

7) મહિલા સમૃધ્ધિ યોજના, પશુપાલન ધિરાણ યોજના, નાના ધંધા/વ્યવસાય ધિરાણ યોજના અને પેસેન્જર વાહન / માલવાહક યોજના માટે તા:23/02/2024 થી અરજી કરી શકશે.

8) લોન યોજના માટેની અરજીઓ કન્ફર્મ થઇ ગયા પછી આપની પાસે અરજીફોર્મની પ્રિન્ટ તથા આપના દ્વારા રજુ કરેલ દસ્તાવેજોની નકલ રાખવાની રહેશે. જે તે સમયે અત્રેની કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે.

9) લોન/સહાયની રકમ આધારકાર્ડ સાથે જોડાણ કરેલ સક્રિય (active) રાષ્ટ્રીયકૃત (Schedule) બેંકના ખાતામાં જ જમા કરાવવામાં આવશે.


Official Website : https://sje.gujarat.gov.in/gapb/


Apply Online : https://daadconline.gujarat.gov.in/

More Information :