ગુજરાત ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયની પુરક પરીક્ષા લેવાની માંગ
ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયની પુરક પરીક્ષા લેવાની માંગ
ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા ૨૩મીએ મળનાર છે .જેમાં બોર્ડના સભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો મુદ્દે ચર્ચા બાદ નિર્ણય અને ઠરાવ થશે. કેન્દ્ર સરકારે ધો.૧૦ અને ૧૨ બંનેમાં બે વાર બોર્ડ પરીક્ષાનો નિર્ણય કર્યો હોવાથી તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં રજા બોર્ડના એક સભ્યએ ગુજરાત બોર્ડમાં ધો.૧૨ સાયન્સની જેમ ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયની પુરકી પરીક્ષા લેવા તેમજ બોર્ડ પરીક્ષામાં ગેરરીતિની સજા માટેની જોગવાઈઓમાં સુધારો કરવા તથા સ્કૂલ નામંજૂરી પહેલા પૂર્તતા માટે તક આપવા સહીતની માંગણી કરી છે.
આ ઉપરાંત એક સભ્યએ ધો.૧૦ અને ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષામાં બે વિષયની પરીક્ષા વચ્ચે એક દિવસની રજા વગર સળંગ પરીક્ષાને લઈને રજૂઆત કરી છે. ધો.૧૦ અને ૧૨માં વિદ્યાથી ઈચ્છે તે બે વિષયની ઉત્તરવહીનું પુનઃમૂલ્યાંકન કરી શકે તેવી જોગવાઈ કરવાની માંગણી કરાઈ છે.
More Information :