જિલ્લાઓમાં વેરિફિકેશન પૂર્ણ થયા બાદ રાજ્યના કેમ્પનું આયોજન | પ્રાથમિક શિક્ષકોની અરસ પરસ બદલી માટે ૨૦મી ફેબ્રુઆરીએ કેમ્પ યોજાશે
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા આંતરિક અરસ પરસ અને જિલ્લા ફેર અરસ પરસ બદલી અંગે તા.૨૦ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કેમ્પ યોજાશે. જિલ્લાકક્ષાએ અરજીઓ મળ્યા બાદ તા.પ ફેબ્રુઆરી સુધી વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, એ પૂર્ણ થયા બાદ રાજ્યકક્ષાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નિયામક કચેરીના અત્યારના આયોજન મુજબ જિલ્લા આંતિરક અરસ પરસ બદલીઓના ઓર્ડર ૨૩ ફેબ્રુઆરી સુધીમાં અને જિલ્લા ફેર અરસ પરસ બદલીના હુકમ ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલ સુચના મુજબ જિલ્લામાં તા.૫ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને મળેલી જિલ્લા ફેર અરસ પરસની અરજીઓની જિલ્લા કક્ષાએથી યોગ્ય ચકાસણી કરી જે અરજીઓ નામંજુર કરવા પાત્ર હોય તો, તેના લેખિત કારણો સહિત અરજદાર શિક્ષકને તેની જાણ કરવાની હતી. એ પછી મંજુર અરજીઓની જિલ્લાવાર અને વિભાગવાર વિભાજન કરી સંબંધિત જિલ્લાઓને રૂબરૂ આપવા માટે તા.૨૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ વાગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૩૧ માર્ચ- ૨૦૨૪ની સ્થિતિએ ઠરાવની જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.
More Information :