ગુજરાતની ITIમાં આચાર્યની ૧૦ અને સુપરવાઈઝરની ૧,૪૭૧ જગા ખાલી
વિદ્યાર્થીઓ શિક્ષણમાં જિંદગીભર પાછળ રહી જાય તેવી સ્થિતિ
ગુજરાતની ITI માં આચાર્યની ૧૦ અને સુપરવાઈઝરની ૧,૪૭૧ જગા ખાલી
ગુજરાતમાં આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આચાર્ચ વર્ગ-૧ની ૪૮ મંજૂર થયેલી જગ્યાઓ છે. જે પૈકી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ ૩૮ જગ્યાઓ ભરેલી છે જ્યારે ૧૦ જગ્યાઓ ખાલી છે. એ જ રીતે સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની ૧૪૭૧ જગ્યાઓ હજુ સુધી ભરી શકાઈ નથી. ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે એક લેખિત સવાલના જવાબમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર બાબતોના મંત્રીએ આ માહિતી આપી હતી.
ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની ૭૩૪૭ જગ્યાઓ મંજૂર થયેલી છે. જે પૈકી ૫૮૭૬ જગ્યાઓ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ ભરાયેલી છે જ્યારે ૧૪૭૧ જગ્યાઓ હજુ પણ ખાલી છે. આ જગ્યાઓ ક્યાં સુધી ભરી દેવામાં આવશે તેવા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ આ જગ્યાઓ ભરવામાં આવશે. આઈટીઆઈમાં આચાર્યોની ખાલી જગ્યાના સંદર્ભમાં એવો પ્રત્યુત્તર અપાયો છે કે, આ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે, અલબત્ત, આ માટેનો ચોક્કસ સમય ગાળો દર્શાવવામાં આવ્યો નથી. એક તરફ એવી પણ પસ્તાળ પડી રહી છે કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ખાલી
જગ્યાઓના કારણે વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે.
More Information :