પાંચ રક્ષા શક્તિ સ્કૂલ અને ૫૫ જ્ઞાન શક્તિ રેસી. સ્કૂલ બનશે | ગુજરાતમાં નવી ૧૬૨ સરકારી, ૧૦ RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરાશે

પાંચ રક્ષા શક્તિ સ્કૂલ અને ૫૫ જ્ઞાન શક્તિ રેસી. સ્કૂલ બનશે | ગુજરાતમાં નવી ૧૬૨ સરકારી, ૧૦ RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરાશે


પાંચ રક્ષા શક્તિ સ્કૂલ અને ૫૫ જ્ઞાન શક્તિ રેસી. સ્કૂલ બનશે

ગુજરાતમાં નવી ૧૬૨ સરકારી, ૧૦ RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરાશે

રાજ્યમાં નવી ૧૬૨ સરકારી અને ૧૦ આરએમએસએમાધ્યમિક સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ ઉપરાંત પાંચ રક્ષા શક્તિ સ્કૂલ અને વધુ ૫૫ જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ બનાવવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રીએ આ માહિતી આપી હતી.

પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાટે ૬૫૦૦૦સ્માર્ટક્લાસરૂમબનાવાયા, ૪૩૦૦૦નું કામ ચાલુ હોવાનો શિક્ષણ મંત્રીનો દાવો

તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો માટે ૬૫ હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે અને ૪૩ હજારનું કામ ચાલુ છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ પ્રાથમિક શાળાના અપગ્રેડેશન માટે ૨૭૮૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પોતાના વિભાગની માગણીઓ સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨.૬૮ ટકા થયો છે. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ૨૦૨૪- ૨૫થી નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના સ્કોલરશીપ શરૂ કરવામાં આવશે, જેમાં ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ લેવા માટે પ્રોત્સાહિત કરાશે.

હાલની સ્કોલરશીપ યોજનાઓને આવતા વર્ષથી નમો સરસ્વતી યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે અને તેના માટે ૫૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જ્યારે નમો લક્ષ્મી યોજના હેઠળ પાત્રતા ધરાવતી ૧૦લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી ૫૦ હજારની સહાય અપાશે.

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પાંચ હજારથી વધુ કોમ્પ્યુટર લેબ બની છે અને બીજી ૧૫ હજાર બની રહી છે. સરકારે ૨૨૩૪૯ વિદ્યા અને જ્ઞાન સહાયકોની ભરતી કરી છે. ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ અંગે મંત્રીએ કહ્યું કે રાજ્યમાં યુનિવર્સિટીની સંખ્યા વધીને ૧૦૮ થઇ છે. એવી જ રીતે કોલેજોની સંખ્યા ૩૧૦૦ છે. એન્જિનિયરીંગ કોલેજો ૧૪૭, પ્રોફેશનલ કોલેજો ૫૦૩ અને મેડીકલ બેઠકો ૫૭૦૦ થઇ છે.


More Information :