વોક-ઈન-ઈન્ટરવ્યુ - ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી મહીસાગર કરાર આધારિત ભરતી
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, (આરોગ્ય શાખા) જીલ્લા પંચાયત મહીસાગર લુણાવાડા અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં મંજુર થયેલ નીચે જણાવેલ ખાલી જગ્યા ૧૧ (અગિયાર) માસ માટે કરાર આધારિત માસીક ફીક્સ મહેનતાણાથી ઉંદવારોની ભરતી મેરીટ લીસ્ટના બેઈઝ પર કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે બે ગણું વેઈટીંગ લીસ્ટ તૈયાર કરવાનું થાય છે તો જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાતના અસલ પ્રમાણપત્રો, રહેણાંક પુરાવા માટે જાહેરાતની તારીખથી છ માસ સુધીનું જુનું મામલતદાર ઓફીસ દ્વારા અપાયેલ ડોમિસાઈલ સર્ટીફીકેટ અને પ્રમાણિત નકલો તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે વોક-ઈન-ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.સદર ભરતી પ્રક્રીયાની તમામ સત્તા જિલ્લા કક્ષાની નિમાયેલ કમિટીની રહેશે. નોંધઃ ઈન્ટરવ્યુની તારીખે ઉમેદવારની ઉંમર ગણતરીમાં લેવામાં આવશે.
વોક-ઈન- ઈન્ટરવ્યુનું સરનામું :- મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, C/૧૧૦ પહેલો માળ, આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત ભવન, મહીસાગર,લુણાવાડા, જી.મહીસાગર પીન-૩૮૯૨૩૦
જગ્યાનું નામ અને કુલ જગ્યાની સંખ્યા : મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર તાલુકા હેલ્થ ઓફીસ સંતરામપુર (કુલ-૦૧ જગ્યા)
જરૂરી લાયકાત
૧.બાયોલોજી સ્ટ્રીમમાં સ્નાતક, જો આ લાયકાત ધરાવતા ઉમેદવાર ન મળે તો વિજ્ઞાન પ્રવાહ સાથે સ્નાતક
૨.ઉમેદવાર પાસે માન્ય ટુ વ્હીલર લાઈસન્સ હોવુ જરૂરી છે.
૩.આરોગ્ય સંબંધિત પ્રોગ્રામનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે
૪.મહીસાગર જિલ્લાના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
૫.ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને વ્યાપક મુસાફરી કરવા માટે તૈયાર હોવા જોઈએ.
માસીક ફિક્સ મહેનતાણું : ૧૬,૦૦૦/-
ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ : | તારીખ- ૨૭/૦૨/૨૦૨૪ ને મંગળવારના રોજ રજીસ્ટ્રેશનનો સમય સવારના ૧૦:૦૦થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફીકેશનનો સમય બપોરના ૧:૦૦ વાગ્યા પછી રહેશે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત મહિસાગર
More Information :