મહેસાણા જિલ્લાના ૭ આરોગ્ય કેન્દ્રોમાં નેશનલ લેવલનું N.Q.A.S. એસેસમેન્ટ કરાયું | સ્ટેટ લેવલ માટે વધુ પાંચ આરોગ્ય કેન્દ્રોતી પસંદગી થઈ

મહેસાણા જિલ્લાના ૭ આરોગ્ય કેન્દ્રોમાં નેશનલ લેવલનું N.Q.A.S. એસેસમેન્ટ કરાયું | સ્ટેટ લેવલ માટે વધુ પાંચ આરોગ્ય કેન્દ્રોતી પસંદગી થઈ


સ્ટેટ લેવલ માટે વધુ પાંચ આરોગ્ય કેન્દ્રોતી પસંદગી થઈ

મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષના સમયગાળા કરતા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આરોગ્ય વિભાગને રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના સૌથી વધારે એન.ક્યુ.એ. એસ.સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે.ત્યારે જિલ્લાના વધુ પાંચ આરોગ્ય કેન્દ્રોને રાજ્ય કક્ષાના ક્વોલિટી સર્ટિફ્કિટ પ્રાપ્ત થયા છે.તો નેશનલ લેવલના સર્ટીફિકેટ માટે વધુ સાત આરોગ્ય કેન્દ્રોનુ એસેસમેન્ટ કરવામાં આવ્યુ છે.જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફ્સિર સહિત આરોગ્ય કર્મચારીઓના સખત પરિશ્રમથી જિલ્લાને વધુ ક્વોલિટી સર્ટિફિકેટ પ્રપ્ત થઇ રહ્યા છે. 


મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડીયા, જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફ્સિર ડો.રાહુલ ચૌધરીના પ્રયાસ થકી મહેસાણા જીલ્લાને રાજ્ય કક્ષાના વધુ ૫ એન.ક્યુ.એ.એસ. સર્ટિફિકેટ મળ્યા છે, તો સાત આરોગ્ય કેન્દ્રોનુ નેશનલ લેવલના એન.ક્યુ.એ.એસ. સર્ટિફિકેટ માટે એસસેમેન્ટ કરવામાં આવ્યું છે.સ્ટેટ લેવલના સર્ટિફિકેટ મેળવનાર પાંચ આરોગ્ય કેન્દ્રો જેમાં મહેસાણા તાલુકાનું ૧ આરોગ્ય કેન્દ્ર,વડનગર ૧, સતલાસણા ૧,ખેરાલુ ૧ અને વિજાપુર તાલુકાનું ૧ આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે.


ક્વોલીટી સર્ટિફિકેટ એવી આરોગ્ય સંસ્થાઓને મળે છે.જેમના દ્વારા ઉત્તમ કક્ષાની આરોગ્યની સુવિધા અને સારવાર દર્દીઓને આપવામાં આવે છે. ક્વોલીટી સર્ટિફિકેટ મેળવેલ સંસ્થાઓ દ્વારા જુદા જુદા ૬ વિભાગોના ઇન્ડિકેટરો માંથી પસાર થવાનું હોય છે.ત્યાર બાદ સ્ટેટ લેવલથી ઉચ્ચ અધિકારીઓની ટીમ મારફ્તે આરોગ્ય કેન્દ્રની સંપુર્ણ ચકાસણી બાદ સ્ટેટ લેવલ એન.કયુ.એ.એસ.સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે.


જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફ્સિર ડો.રાહુલ ચૌધરીના જણાવ્યા અનુસાર આ સર્ટીફીકેટ માટે સંસ્થાની બિલ્ડીંગ,પાયાની સુવિધાઓ, સ્વચ્છતા, મેડિકલને લગતી પુરતી સેવાઓ,આરોગ્ય કર્મચારીઓને પુરતી આરોગ્ય લક્ષી જાણકારી,મેડિકલ ઇમરજન્સી વખતે લાભાર્થીને જરૂરી સારવારની જાણકારી સહીત સ્ટેટ લેવલના અધિકારીઓના એસેસમેન્ટ બાદ આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીના સત્તત માર્ગદર્શન અને પ્રયાસો થકી આરોગ્યની સેવાઓ ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.


* રાજ્ય કક્ષાના NQAS સર્ટી. પ્રાપ્ત કરનાર આરોગ્ય કેન્દ્રો

 (૧) હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર - મલેકપુર,તાલુકો વડનગર

(૨) કોમ્યુનિટી હેલ્થ સેન્ટર - રામપુરા(કુક્સ),તાલુકો મહેસાણા 

(૩) હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર - સતલાસણા,તાલુકો સતલાસણા

(૪) હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર - વરેઠા, તાલુકો ખેરાલુ 

(૫) હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર - હીરપુરા,તાલુકો વિજાપુર


* નેશનલ લેવલના એન.ક્યૂ.એ.એસ. સર્ટિફિકેટ માટે એસેસમેન્ટ થયેલા આરોગ્ય કેન્દ્રો

(1) હેલ્થ અને વેલનેશ સેન્ટર - સિહી,તાલુકો ઊંઝા

(2) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -  ભાલુસણા,તાલુકો સતલાસણા

(3) હેલ્થ અને વેલનેશ સેન્ટર -  પાલડી,તાલુકો વિસનગર

(4) હેલ્થ અને વેલનેશ સેન્ટર -  મલેકપુર,તાલુકો વડનગર

(5) હેલ્થ અને વેલનેશ સેન્ટર -  હસનપુર,તાલુકો વિસનગર

(6) પ્રથમિક આરોગ્ય કેન્દ્ર -  કાંસા, તાલુકો વિસનગર

(7) પ્રથમિક આરોગ્ય કેન્દ્ર - ચાણસોલ,તાલુકો ખેરાલુ


More Information :