Online Application for available industrial plots in Estate of GIDC | gidc.gujarat.gov.in

Online Application for available industrial plots in Estate of GIDC | gidc.gujarat.gov.in


ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ગુજરાત સરકારનું ઉપ્રકમ)

બ્લોક નં. ૩,૪,૫ પ્રથમ માળ, ઉદ્યોગભવન, સેકટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧

ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ ફોન નં. +૯૧-૭૯-૨૩૨૫૦૬૩૨, ૩૪ થી ૩૭ ફેકસ:- +૯૧-૭૯-૨૩૨૫૦૫૮૭. Website : www.gidc.gujarat.gov.in

ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં ભાગરૂપ બનવાની તકનો લાભ લેવા માટે નિગમની નીચે દર્શાવ્યા મુજબની ઔદ્યોગિક વસાહતો ખાતે ઔદ્યોગિક પ્લોટ મેળવવા ઓનલાઇન પધ્ધતિથી તા ૨૧/૦૨/૨૦૨૪ થી ૨૭/૦૨/૨૦૨૪ માટેઅરજીઓ મંગાવવામાં આવે છે.


રીજીયનનું નામ  / વસાહતનું નામ / યોજનાનું નામ :

  1. રાજકોટ - છત્તર (જનરલ) - જનરલ - ઔદ્યોગિક (બિન રાસાયણિક)
  2. અમદાવાદ - નારીગામ - એમએસએમઇ અને જનરલ- (એન્જીનિયરીંગ બિન રાસાયણિક અને પ્લાસ્ટિક બિન રાસાયણિક)
  3. ભાવનગર - માખેલ -  જનરલ - ઔદ્યોગિક (બિન રાસાયણિક)
  4. ભુજ - સાણંદ-૨  -  જનરલ - ઔદ્યોગિક (બિન રાસાયણિક)
  5. રાજકોટ - ખીરસરા -  જનરલ - ઔદ્યોગિક (બિન રાસાયણિક)
  6. વડોદરા - દાહોદ (ખરેડી એકસપાન્શન) -  જનરલ - ઔદ્યોગિક (બિન રાસાયણિક)
  7. અંકલેશ્વર - દહેજ-૨ અને દહેજ-૩ -  ઔદ્યોગિક (રાસાયણિક) જનરલ
  8. વડોદરા - અસાયડી -  જનરલ - ઔદ્યોગિક (બિન રાસાયણિક)
  9. મહેસાણા - ખેરાલુ - ઔદ્યોગિક (બિન રાસાયણિક)
  10. અંકલેશ્વર -  સાયખા (મિક્ષ ઝોન) -  ઔદ્યોગિક (રાસાયણિક) જનરલ
  11. વડોદરા -  હાલોલ -૨ (એકસપાન્શન) -  જનરલ - ઔદ્યોગિક (બિન રાસાયણિક)

ઔદ્યોગિક એકમો સ્થાપવાના હેતુ સાથે રસ ધરાવતા અરજદારો જીઆઇડીસીની વેબસાઇટ માફરતે અરજી કરી શકે છે (www.gidc.gujarat.gov.in). અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરવા ફરજીયાત છે. જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા વિનાની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા કોઇ પણ વસાહતમાં પ્લોટ ફાળવણી માટે કોઇ પણ ત્રાહિત વ્યક્તિ કે એજન્સી ને અધિકૃત કે એમપેનલ્ડ કરેલ નથી જેથી સાવચેત રહેવા વિનંતી. વધુ વિગતો માટે કચેરી કામકાજના સમયગાળા દરમ્યાન જે તે પ્રાદેશિક મેનેજરશ્રીની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. સંલગ્ન પ્રાદેશિક કચેરીનું સરનામું નિગમની વેબસાઇટ (https://gidc.gujarat.gov.in//Pages/Contents/Contactus) ઉપર ઉપલબ્ધ છે. 


ઓનલાઇન પોર્ટલ પર અરજી સંબંધિત પ્રશ્નો માટે અમારા હેલ્પ ડેસ્કનં. +૯૧-૯૮૭૯૧૧૦૦૦૭ પર સંપર્ક કરવાનો રહેશે


Official Website : https://gidc.gujarat.gov.in/


સંલગ્ન પ્રાદેશિક કચેરીનું સરનામું નિગમની વેબસાઇટ : https://gidc.gujarat.gov.in//Pages/Contents/Contactus


More Information :