Samagra Shiksha (SSA) Gujarat Recruitment 2024 | સમગ્ર શિક્ષા ભરતી ૨૦૨૪ | ssagujarat.org

Samagra Shiksha (SSA) Gujarat Recruitment 2024 | સમગ્ર શિક્ષા ભરતી ૨૦૨૪ | ssagujarat.org


समग्र शिक्षा | Samagra Shiksha

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા સંચાલિત બોઇઝ હોસ્ટેલ માટે (૧) વોર્ડન (ગૃહપતિ) (૨) આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (૩) હિસાબનીશ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માટે હિસાબનીશની ૧૧ માસ કરાર આધારિત કામગીરી કરાર માટેની જાહેરા

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા સંચાલિત નિવાસી બોઇઝ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માટે હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે (કરાર આધારિત) ઉમેદવારો પાસેથી ON LINE અરજીઓ મંગાવવામાં આવે છે. આ જાહેરાતમાં માત્ર ONLINE અરજીઓ જ સ્વીકારવામાં આવશે.


જગ્યાનું નામ & કુલ ખાલી જગ્યાઓ : 

૧. વોર્ડન (ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર - ૧૪ જગ્યાઓ

૨. આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર - ૧૪ જગ્યાઓ

૩. હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરૂષ ઉમેદવાર - ૧૪ જગ્યાઓ

૪. હિસાબનીશ (બીન નિવાસી) ફકત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) - ૮૪ જગ્યાઓ


જગ્યાનું નામ & માસિક ફિકસ મહેનતાણું : 

૧. વોર્ડન (ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર : Rs. 25,000/- Per Month

૨. આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર : Rs. 15,000/- Per Month

૩. હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરૂષ ઉમેદવાર : Rs. 8,500/- Per Month

૪. હિસાબનીશ (બીન નિવાસી) ફકત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) : Rs. 8,500/- Per Month


વય મર્યાદા : અરજી કરવાની છેલ્લી તારીખે ૪૦ વર્ષથી વધુ નહિ.

નિમણૂંકનો પ્રકાર : કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ૧૧ માસથી વધુ નહિ.

ઉમેદવારોએ ઓનલાઈન (ON LINE) અરજી www.ssagujarat.org વેબસાઇટ પર જઈ Recruitment ૫૨ ક્લિક કરી, ક૨વાની ૨હેશે. 

ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના / માર્ગદર્શિકા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. જેને વાંચીને અરજી કરવાની રહેશે.

ઉમેદવારે અરજી જે જિલ્લા અને જે જગ્યા માટે કરેલ હશે તે જ માન્ય ગણાશે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરી, પોતાની પાસે રાખવાની રહેશે. 

પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન આ પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો ૨જૂ ક૨વાના રહેશે.

ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ : ૨૯/૦૭/૨૦૨૪ (બપોરે ૧૨:૦૦ કલાકથી શરૂ) 

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૭/૦૮/૨૦૨૪ (૧૭:૦૦ કલાક સુધી)


"ONLINE" અરજી કરવા સંબંધિત સૂચનાઓ

સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત સરકાર ધ્વારા મંજુર થયેલ બોઈઝ હોસ્ટેલ – નિવાસી માં હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ માટે તેમજ કેજીબીવી માટે હિસાબનીશ (ફકત મહિલા ઉમેદવાર) ૧૧ માસના કરાર આધારિત તદન હંગામી ધોરણે (કોન્ટ્રાકટ બેઇઝ) નીચે દર્શાવેલ શરતો અને સૂચનાને આધિન માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તેમજ જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.

૧. ઉમેદવારોએ ઓનલાઈન અરજી નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે.

૨. ઓનલાઈન સિવાયની કોઈપણ અરજી જિલ્લા / રાજય કક્ષાની કચેરીએ સ્વીકારવા કે માન્ય રાખવામાં આવશે નહિં. ઓનલાઈન અરજી તા૨૯/૦૭/૨૦૨૪ થી (૧૨:૦૦ કલાક થી શરૂ) થશે.

૩. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૦૭/૦૮/૨૦૨૪ છે. (૧૭:૦૦ કલાક સુધી)

૪. ઉમેદવારે જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે. એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરેલ હશે તો છેલ્લે કરેલી અરજી માન્ય ગણવામાં આવશે.

૫. આખરી પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂંક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધિન કરારના ધોરણે ૧૧ માસથી વધુ નહી તેટલી મુદતની રહેશે.

૬. ઉમેદવારની વયમર્યાદા ઓન—લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૪૦ વર્ષ સુધીની રહેશે.

૭. માસિક ફિકસ મહેનતાણું જુદી જુદી જગ્યા માટે નીચે મુજબ રહેશે.


Official Notification : https://ssarms.gipl.in/Documents/Notification/boyshostelandkgbvrecruitmentadvertisement07262024125909072.pdf


Apply Online : https://ssarms.gipl.in/


Official Website : https://ssagujarat.org/


More Information :