Junagadh District Tourist Guide & Hospitality Training Recruitment / Bharti / Vacancy 2024 | https://junagadh.nlc.in/recruitment/

Junagadh District Tourist Guide & Hospitality Training Recruitment / Bharti / Vacancy 2024 | https://junagadh.nlc.in/recruitment/



ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ

ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે 

"ટુરિસ્ટ ગાઈડ અને હોસ્પિટાલિટી" ટ્રેનિંગ પ્રોગ્રામ

જૂનાગઢ જિલ્લાના યુવક/યુવતીઓ/રોજગાર વાંચ્છુકો પ્રવાસન ક્ષેત્રે પોતાની રોજગારી મેળવી શકે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ લિ. (ગુજરાત સરકાર)ના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા "ટુરિસ્ટ ગાઈડ એન્ડ હોસ્પિટાલિટી" વિષય ઉપર 21 દિવસની ક્ષેત્રિય અને વર્ગખંડ તાલીમ જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો ખાતે ટુરિસ્ટ ગાઈડ અને પ્રવાસીઓ અંગે હોસ્પિટાલિટી વિષય ઉપર તાલીમ આપવાની હોઇ ઇચ્છુક તાલીમાર્થીઓ પાસેથી આ અંગે અરજીપત્રકો મંગાવવામાં આવે છે. પાત્રતા ધરાવતા તાલીમાર્થીઓને અરજી પત્રકોની ચકાસણી બાદ મેરીટના ધોરણે તાલીમ અર્થે બોલાવવામાં આવશે.


અરજી પત્રક સબમીટ કરવાની છેલ્લી તારીખ :- ૩૦/૧૧/૨૦૨૪

  • અરજી ફોર્મ સાથે રૂપિયા ૫૦૦/-નો ડિમાન્ડ ડ્રાફ્ટ (ડિપોઝિટ પેટે) PRANT OFFICER AND SDMJUNAGADHના નામનો રજૂ કરવાનો રહેશે. 
  • તાલીમ પૂર્ણ થયે ડિપોઝિટ પરત મળવા પાત્ર છે,
  • અરજી ફોર્મ મેળવવા / સબમીટ કરવાનુ સ્થળ :- પ્રાંત કચેરી, તાલુકા સેવા સદન, બીજો માળ, જૂનાગઢ
  • ઓનલાઈન ફોર્મ માટે QR CODE સ્કેન કરવો.
  • Form URL - https://junagadh.nlc.in/recruitment/


જરૂરી લાયકાતો :-

1. વય મર્યાદા - લઘુત્તમ ૨૦ વર્ષ

2. શૈક્ષણિક લાયકાત - ધોરણ ૧૨ પાસ

3. ગુજરાતના વતની હોવા અંગેનું ડોમીસાઈલ પ્રમાણપત્ર

4. ભાષા જ્ઞાન – ગુજરાતી, હિન્દી, અંગ્રેજી

5. ગુનાહિત ઇતિહાસ ના હોવા બાબતે પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર


Tourist guide Training Recruitment Form Download : https://cdn.s3waas.gov.in/s3470e7a4f017a5476afb7eeb3f8b96f9b/uploads/2024/10/2024102238.pdf


More Information :