GSAUCA B.Tech of Graduate Level (B-Group) (Biotechnology) Direct admission program under the admission process | ug.gsauca.in | www.nau.in

Gujarat State Agricultural Universities - Common Admissions - GSAUCA B.Tech of Graduate Level (B-Group) (Biotechnology) Direct admission program under the admission process | ug.gsauca.in | www.nau.in


સ્નાતક કક્ષા (બી-ગ્રુપ) ના બી.ટેક. (બાયોટેકનોલોજી) પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રૂબરૂ પ્રવેશ કાર્યક્રમ

અસ્પી શકિલમ બાયોટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ઘોડદોડ રોડ, સુરત દ્વારા બી.ટેક. (બાયોટેકનોલોજી) વિદ્યાશાખાની ખાલી રહેતી બેઠકો નીચેની વિગતે રૂબરૂ કાઉન્સેલીંગ દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આથી નીચે દર્શાવેલ તારીખ અને સમય પ્રમાણે એડમિશનની વેબસાઈટ ug.gsauca.in તથા યુનિવર્સિટીની વેબસાઈટ www.nau.in ના એમિશન વિભાગમાં મુકવામાં આવેલા મેરીટ નંબર વાળા પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ અચૂક હાજર રહેવું. તમામ અસલ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત કરેલ નકલ તથા પ્રવેશ માટે જરૂરી ફી (રૂ.૧૩,૭૦૦ – વિદ્યાર્થીઓ માટે તથા રૂ.૮,૭૦૦/- વિદ્યાર્થીનીઓ માટે) સાથે હાજર રહેવું. ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રવેશ માટે કોઈ પણ પ્રકારનો હક્ક દાવો કરી શકશે નહીં.


Discipline : B. Tech. (Biotechnology)

ST : 03

General : 17

SEBC : 03

EWS : 06


પ્રવેશનું સ્થળ : અસ્પી શકિલમ બાયોટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ઘોડ દોડ રોડ, અઠવા ફાર્મ, સુરત. 


તારીખ : ૨૫/૧૦/૨૦૨૪ (શુક્રવાર)

સમય : સવારે ૯.૦૦ કલાકે



ખાસ નોંધ :-

૧. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ પ્રવેશના દિવસે યુનિવર્સિટીના નીતિ નિયમો મુજબ ફી ભરવાની રહેશે. 

૨. ઉપરોક્ત યોગ્યતા ધરાવતા ઉમેદવારો ખાલી રહેલ બેઠકો ઉપર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. 

૩. બેઠકો પૂર્ણ થતાં વધારાના પ્રવેશ માટે આવેલ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો દાવો કરી શકશે નહીં. 

૪. બપોરે ૧૩.૩૦ કલાક બાદ આવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ માટે કોઈ પણ પ્રકારનો દાવો કરી શકશે નહીં. 

૫. ઉમેદવારોએ સ્વખર્ચે આવવાનું રહેશે.


Official Notification : https://ug.gsauca.in/Images/News_File/3312/3312.pdf


Official Website : https://ug.gsauca.in/


More Information :