Registration for Divyangjan Kaushal Vikas | દિવ્યાંગો પોર્ટલમાં રોજગારી કૌશલ્ય તાલીમ માટે રજિસ્ટ્રેશન કરી શકશે | pmdaksh.depwd.gov.in/login

Registration for Divyangjan Kaushal Vikas | દિવ્યાંગો પોર્ટલમાં રોજગારી કૌશલ્ય તાલીમ માટે રજિસ્ટ્રેશન કરી શકશે | pmdaksh.depwd.gov.in/login


21 પ્રકારની ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાત

દિવ્યાંગો પોર્ટલમાં રોજગારી કૌશલ્ય તાલીમ માટે રજિસ્ટ્રેશન કરી શકશે


ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતામંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ દ્વારા દિવ્યાંજનોના કૌશલ્ય તાલીમ અને રોજગારીની તકો અંગેની સરળતાથી એકજ પ્લેટફોર્મ ૫૨ માહીતી મળે તે માટે www.pmdaksh.depwd.gov.in ઓનલાઈન ડીજીટલ પોર્ટલ શરૂ કરાયું છે. જેમાં 40 ટકા કે માંગતા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા રોજગારી મેળવવા તેમજ કૌશલ્ય તાલીમ મેળવવા માંગતા 21પ્રકારની ડીસેબીલીટી ધરાવતા દિવ્યાંગજનો રજીસ્ટ્રેશન કરી શકશે. દિવ્યાંગજને કૌશલ્ય તાલીમ આપવા માંગતી સંસ્થાઓ તેમજ રોજગારી આપવા માંગતા એમ્પલોયર કે જોબ એગ્રીગેટર પણ રજીસ્ટ્રેશન કરી શકશે. ઉમેદવારોએ યુડીઆઈડી નંબર કે એનરોલમેન્ટ નંબર તેમજ જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, નામ, પિતા-પતીનું નામ સહિતની માહિતી અપલોડ કરવાની રહીશે.

તેમજ એમ્પ્લોયર અને તાલીમ સંસ્થાએ સંસ્થાનો પ્રકા૨, સેકટ૨, અનુભવ, ઓથોરાઈઝ પ્રતિનિધિ વિગતો, સરનામુ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વેબસાઈટ, એક્ટીવીટીની વિગત, સંસ્થાના રજીસ્ટ્રેશન નંબર, પાન નંબર, ટાન નંબર જેવી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરી શકશે.


PwD Candidate Registration : https://pmdaksh.depwd.gov.in/JobAggregator/PwdRegistration_Form


Official Website : https://pmdaksh.depwd.gov.in/login


 More Information :