Latest News : RTE Under Demand to increase seats for admission to 1st STD | આરટીઈ હેઠળ ધો. 1માં પ્રવેશ માટેની બેઠકો વધારવાની માગ

Latest News : RTE Under Demand to increase seats for admission to 1st STD  | આરટીઈ હેઠળ ધો. 1માં પ્રવેશ માટેની બેઠકો વધારવાની માગ


પ્રદેશ કોંગ્રેસની આરટીઈ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત 

આરટીઈ હેઠળ ધો. 1માં પ્રવેશ માટેની બેઠકો વધારવાની માગ

બાલવાટિકામાં પ્રવેશ અપાતાં 50% બેઠક ઘટ્યાનો દાવો


આરટીઇઅંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો ૫૨ 13 કેટેગરીમાં બાળકોને મફત પ્રવેશ અપાય છે. ધો.1માં 6 વર્ષે પ્રવેશ માટે નવા નિયમોના લીધે ધો.1માં પ્રવેશની સંખ્યામાં ઘટાડો થવાના કારણે આરટીઈની બેઠકોમાં 50 ટકાઘટાડો થયો છે, ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી પ્રવેશની સંખ્યામાં વધારો કરવાની માગણી કરી છે.


કોંગ્રેસના પ્રવક્તા અને કન્વીનર ડો. મનિષ દોશીએ જણાવ્યું કે, ‘ધો.1માં 6 વર્ષે પ્રવેશના નવા નિયમોના કારણે ધો.1માં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા, સાથે બાલવાટિકામાં પ્રવેશ થતા તેની અસર આરટીઈની બેઠકો પર પડી છે. આ વર્ષે આરટઈની બેઠકો 50 ટકા જેટલી ઘટી ગઈ છે.


2024-25 માટે 43,896 બેઠકો છે, ગત વર્ષે 83,000 બેઠકો હતી. આરટીઈના પ્રવેશના હાલના નિયમો મુજબ ધો.1ની વર્ગદીઠ કુલ મંજૂર કરાયેલ જગ્યામાં ગત વર્ષે જે આરટીઆઈના પ્રવેશ થયા હોય તેને બાદ કરતા જેટલી બેઠકો રહે તેના 25 ટકા મુજબ બીજા વર્ષમાં પ્રવેશ અપાય છે. નિયમ અનુસાર 2024- 25 માટે બેઠકો ઘટતા મોટી મુશ્કેલી ઉભી થઈ છે. ગત વર્ષે 61,000થી વધુ વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. આમ આ વર્ષે 43,000 બેઠકો સામે હજારો બાળકો પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ છે.


More Information :