Latest News : પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા સસ્તા બે વર્ષ પછી ભાવમાં ઘટાડો થયો | Petrol-Diesel prices come down after two years of Rs 2 cheaper

Latest News : પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા સસ્તા બે વર્ષ પછી ભાવમાં ઘટાડો થયો | Petrol-Diesel prices come down after two years of Rs 2 cheaper


લોકસભા ચૂંટણી પહેલા મતદારોને મોટી ભેટ 

પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા સસ્તા બે વર્ષ પછી ભાવમાં ઘટાડો થયો

નવા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ


દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગુરુવારે સાંજે પ્રતિ લિટરે 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. છે. સરકારી માલિકીની ઑઇલ કંપનીઓએ 2 વર્ષ બાદ ઇંધણના ભાવમાં ફેરફાર કર્યા છે. આ સાથે અમદાવાદમાં પેટ્રોલના નવા ભાવ પ્રતિ લિટર 93.50 રૂપિયા તથા ડિઝલના ભાવ પ્રતિ લિટર 89.50 રૂપિયા થયા છે. નવા ભાવ શુક્રવારથી લાગુ થયા છે. લોકસભા ચૂંટણીની જાહેરાતના ગણતરીના કલાકો પહેલા ઇંધણના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ઑઇલ મંત્રાલયે જણાવ્યું હતું કે પેટ્રોલ-ડિઝલના નવા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.


અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ

ઈંધણ | જૂનો ભાવ | નવો ભાવ

  • પેટ્રોલ - 96 - 93.50
  • ડિઝલ - 92 - 89.50

રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 94.72 રૂપિયા થયો છે. જ્યારે ડિઝલનો ભાવ ઘટીને 87.62 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ઘટાડા બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વિવિધ રાજ્યમાં અલગ અલગ રહેશે. વેટ તથા અન્ય વેરાનું પ્રમાણ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી ઓછું દિલ્હીમાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાંધણ ગેસના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.


News Paper Source : Divya Bhaskar Paper Cutting


More Information :