ACPDC Diploma Engineering Course Online Admission Year 2024-25 | acpdc.gujarat.gov.in | gujdiploma.admissions.nic.in

ACPDC Diploma Engineering Course Online Admission Year 2024-25 | acpdc.gujarat.gov.in | gujdiploma.admissions.nic.in


કમિશ્નરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ટેકનિકલ ),ગુજરાત

બીજો માળ, એસીપીસી બીલ્ડીંગ, એલ. ડી કોલેજ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૧૫


ધોરણ-૧૦ પછી પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરીના અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ : વર્ષ ૨૦૨૪-૨૫ 

ધોરણ : ૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પ્રવેશ વર્ષ: ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યની સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી બેઠકો તથા સ્વનિર્ભર સંસ્થાઓની સ્વેચ્છાએ સુપ્રત કરેલ હોય તેવી સંચાલક મંડળની બેઠકો માટે વેબ બેઝડ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનુ નક્કી કરેલ છે.

(૧) પ્રવેશ યોગ્યતા: (અ) ગણિત/ બેઝિક ગણિત/ સ્ટાન્ડર્ડ ગણિત,વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ કરેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરિક્ષા (ધો.૧૦) અથવા તેને સમકક્ષ પરિક્ષા માન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ કરેલ હોય તેવા ઉમેદવારો પ્રવેશ માટે લાયક ગણાશે. વર્ષ ૨૦૨૪ પહેલા ધોરણ-૧૦ પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ તા: ૧૫ /૦૪/૨૦૨૪ થી ઓનલાઇન પ્રવેશ કાર્યક્રમ ૨૦૨૪-૨૫ હેઠળ રજીસ્ટ્રેશન શરૂ કરી શકશે જ્યારે વર્ષ ૨૦૨૪ માં ધોરણ-૧૦, નું પરિણામ જાહેર થયેથી જ તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ સદર રજીસ્ટ્રેશન પ્રક્રિયા માં ભાગ લઈ શકશે.

(૨) રજીસ્ટ્રેશન : ઓનલાઇન રજીસ્ટ્રેશન https://gujdiploma.admissions.nic.in ની વેબસાઇટ પર તા: ૧૫/૦૪/૨૦૨૪ થી ૧૫ /૦૫ /૨૦૨૪ સુધીમાં કરવાનુ રહેશે. પ્રવેશ માટેની સંપૂર્ણ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે તથા ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ઉમેદવારો ઇન્ટરનેટ સુવિધાવાળા મોબાઇલ/કોમ્પ્યુટર/લેપટોપ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકશે. 

(૩) રજીસ્ટ્રેશન ફી:રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે https://gujdiploma.admissions.nic.in પર સંપૂર્ણ વિગત ભરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.૨૫૦/- (Non refundable) નું પેમેન્ટ ઓનલાઇન કરવાનુ રહેશે. ઉમેદવાર પોતાનું સંપૂર્ણ વિગતો ભરેલું રજીસ્ટ્રેશન ફોર્મ સમિતિની ઉપરોક્ત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. આગળની પ્રક્રિયામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી પેટે ઓનલાઇન પેમેન્ટ કરવું ફરજીયાત રહેશે. પ્રવેશવાંચ્છુક ઉમેદવારોએ પોતાના બેંક એકાઉન્ટન્ટ જોઇન્ટ એકાઉન્ટ અંગેની બેંકની માહિતી રજીસ્ટ્રેશન દરમ્યાન ભરવી હિતાવહ છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની સરળ સમજૂતી માટે https://acpdc.gujarat.gov.in/ પર વિવિધ માહિતી, અન્ય માર્ગદર્શિકા અને વિડિઓ લીંક ઉપલબ્ધ છે જે અવશ્ય જોવી.

(૪) હેલ્પ સેન્ટર : પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન/ દસ્તાવેજ અપલોડ કરવા માટે ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેનાર દરેક સંસ્થાઓ/ કોલેજો ખાતે Help Centre (સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક, જાહેર રજાના દિવસો સિવાય) અંગેની સુવિધા નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે (જેની યાદી https://acpdc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે,) COVID-19 ને લગતી સરકારશ્રી ની વખતોવખતની માર્ગદર્શક સૂચનાઓનો ચૂસ્ત પણે અમલ થાય તે મુજબ ઉમેદવાર કોઈપણ Help Centre ખાતેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

નોંધ :

  • ઓનલાઇન પ્રવેશને લગતી તમામ માહિતી જેવી કે સરકારી/ અનુદાનિત/ સ્વનિર્ભર સંસ્થાઓની યાદી, ઉપલબ્ધ બેઠકો, પ્રવેશના નિયમો, ગતવર્ષના જે તે સંસ્થાની જે તે શાખામાં અંતિમ પ્રવેશના માર્ક/ મેરીટ નંબરની યાદી, રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સમજૂતી વગેરે માહિતી https://acpdc.gujarat.gov.in/ પર મુકવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન કરતા પહેલા તેનો અભ્યાસ કરી લેવો હિતાવહરહેશે.
  • ઉમેદવારોએ ભરેલ ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મના સમિતિ દ્વારા કરવામાં આવતા વેરીફિકેશન દરમ્યાન જો કોઇ વિસંગતતા જણાશે તો ક્વેરી જનરેટ થશે અને જે તે ઉમેદવાર ને આ બાબતની જાણ તેઓના રજીસ્ટ્રર્ડ ઇમેઇલ અને મોબાઇલ પર કરવામાં આવશે અને તેની પૂર્તતા માટે ઉમેદવારે તેમની ક્વેરી મુજબના દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જેથી ઉમેદવારે સમયાંતરે https://gujdiploma,admissions.nic.in પર પોતાના login-ID માં જોતા રહેવુ હિતાવહ છે. COVID-19 ને લગતી સરકારશ્રી ની વખતોવખતની માર્ગદર્શક સૂચનાઓનો ચૂસ્ત પણે અમલ થાય તે મુજબ ઉમેદવાર તેમની કવેરી મુજબના દસ્તાવેજ અપલોડ કરવા Help Centre ની મુલાકાત પણ લઈ શકશે,
  • તમામ ઇચ્છુક ઉમેદવારો અને તેમના વાલીઓએ પ્રવેશ પ્રક્રિયા અંગે સમયસારણી, E-BOOKLET ની તમામ નવીનતમ માહિતી અને અપડેટ્સ માટે સમયાંતરે ACPDC ની ઉપરોક્ત વેબસાઇટ્સ તપાસતા રહેવું હિતાવહ છે. આ અંગેની કોઇપણ મુશ્કેલી માટે પ્રવેશ સમિતિની હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૬૫૬૬૦૦૦ પર આપ સંપર્ક કરી શકો છો.


ખાસ નોંધ : વિદેશી નાગરિકો/ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ)/ગલ્ફ દેશોના ભારતીય કામદારોના બાળકોના ૧૫ % સંખ્યાધિક બેઠકો પર સરકારી પોલિટેક્નિકમાં પ્રવેશ માટે સંસ્થા, અભ્યાસક્રમો અને ફી ના માળખાની માહિતી માટે એસીપીડીસીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.


Official Websites :

(1) https://acpdc.gujarat.gov.in/ (For Information)

(2) https://gujdiploma.admissions.nic.in/ (For Registration)


Help Line : 079-26566000


More Information :