Gujarat Vidyapith Admission 2024-25 | gujaratvidyapith.org/admission

Gujarat Vidyapith (GEETA) Admission Open for Academic Year 2024-25 | gujaratvidyapith.org/admission


મહાત્મા ગાંધીજી દ્વારા ૧૯૨૦ માં સ્થાપિત

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ 

પ્રવેશપાત્રતા અને સમયગાળો

આશ્રમ માર્ગ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ 

પ્રવેશ જાહેરાત ૨૦૨૪

Admission Course :  BA / BSC / BCA / BRS / BPES / B.Ed / BP Ed / MA / MSW / M.SC / MP Ed / MBA / MCA / PG DIPLOMA 


પ્રવેશ કાર્યક્રમ - 2024

પ્રવેશ પ્રક્રિયાની વિગતવાર અનુસૂચિ નીચે મુજબ હશે :

  • ઓનલાઇન અરજીપત્રક ભરવાની શરૂઆત - 29.03.2024 (શુક્રવાર) 04.00 pm
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - 30.04.2024 (મંગળવાર) 6.00 pm સુધી
  • GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) - 11.05.2024 (શનિવાર) 10.00 am પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાનો સમય
  • GEETA ના પરિણામની જાહેરાત - 16.05.2024 (ગુરુવાર) 5.00 pm
  • પરામર્શન અને પ્રવેશ - 24.06.2024 સોમવારથી 26.06.2024ને બુધવાર દરમિયાન
  • ગુરૂપૂર્ણિમા સત્ર શરૂ થવાની તારીખ - 01.07.2024 (સોમવાર)

અસ્વીકરણ : કેન્દ્ર કે રાજ્ય સરકાર કે તેના વિભાગોના જાહેરનામા કે પ્રતિકૂળ સંજોગોને આધિન સમયપત્રકમાં ફેરફારને અવકાશ છે.


પ્રવેશ પદ્ધતિ :

  • ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી CUET (UG)- 2024 કે CUET (PG)-2024 અથવા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એફિકસી ટેસ્ટ ફોર એડમિશન (GEETA) પૈકી કોઈ એક પ્રવેશ પરીક્ષા આપેલ હોવી જરૂરી છે.
  • પ્રવેશ પરીક્ષા OMR આધારિત પ્રકારની રહેશે.
  • ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રવેશ પરીક્ષા સંદર્ભે કોઈપણ પ્રકારનાં સાહિત્ય કે અભ્યાસ-સામગ્રી પૂરાં પાડવામાં આવશે નહી.
  • ઉમેદવારે પોતે પસંદ કરેલ કેન્દ્ર પર પ્રવેશ પરીક્ષા માટે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવું.
  • પ્રવેશ પરીક્ષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમમાં યોજાશે.
  • પ્રવેશ પરીક્ષા(GEETA)માં પ્રશ્ન-સંખ્યા 60 અને જેના માટેનો સમયગાળો 90 મિનિટનો રહેશે.


નોંધ :
  1. જો કોઈ વિદ્યાર્થીએ લઘુત્તમ લાયકાતની પરીક્ષા આપી હોય અને પરિણામ જાહેર ન થયું હોય તે વિદ્યાર્થી સંબંધિત UG/PG અભ્યાસક્રમ માટે અરજી કરી શકે છે અને GEETA માં હાજર રહી શકે છે. 
  2. તારીખ 31 ઓગસ્ટ, 2024 સુધીમાં લઘુત્તમ લાયકાત માટેના જરૂરી દસ્તાવેજ વિદ્યાર્થી જમા ન કરાવી શકે, તો તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ થશે.
  3. BPES, B.P.Ed., M.P.Ed., અભ્યાસક્રમ માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું ફરજિયાત છે. જે ગૂજરાત વિદ્યાપીઠના શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, મુ. સાદરા, તા. જિ. ગાંધીનગર ખાતે યોજાશે.


  1. Important information and Dates for the Admission 2024-25 : https://gujaratvidyapith.org/admission/pdf/important-dates-2024.pdf
  2. Eligibility Criteria : https://gujaratvidyapith.org/admission/pdf/eligibility-criteria-2024.pdf
  3. Reservation Rules : https://gujaratvidyapith.org/admission/pdf/reservation-2024.pdf
  4. Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission (GEETA) - Detail Information : https://gujaratvidyapith.org/admission/pdf/geeta-2024.pdf
  5. Admission Portal Guidelines : https://gujaratvidyapith.org/admission/pdf/admission-portal-guidelines.pdf


  • ઓનલાઈન અરજી માટેની લિંક : https://gujaratvidyapith.org/admission/
  • પ્રવેશ અંગે વધુ વિગતો માટે વેબસાઈટ : https://www.gujaratvidyapith.org/
  • પ્રવેશ અંગે માર્ગદર્શન માટે admission2024@gujaratvidyapith.org ઈ-મેઈલ કરવો. 
  • અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૪


More Information :