VMC Garden Supervisor (Horticulture) Recruitment / Bharti 2024 | Vadodara Municipal Corporation Bharti 2024 | www.vmc.gov.in

VMC Garden Supervisor (Horticulture) Recruitment / Bharti 2024 | Vadodara Municipal Corporation Bharti 2024 | www.vmc.gov.in 


વડોદરા મહાનગરપાલિકા 

www.vmc.gov.in 

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં ગાર્ડન શાખા માટે નીચે જણાવેલ જગ્યા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૦-૦૯-૨૪ (૧૩,૦૦ કલાક) થી તા.૨૯-૦૯-૨૪ (૧૬,૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.


જગ્યાનું નામ : ગાર્ડન સુપરવાઇઝર (હોર્ટિકલ્ચર) 

કુલ જગ્યાઓ : 05 જગ્યાઓ


Educational Qualification & Experience : 

1. B.Sc. (Horticulture) with First Class.

2. M.Sc. (Horticulture) બાગાયત ઉમેદવારને પ્રાધન્યતા આપવામાં આવશે.


Pay Scale : ત્રણ વર્ષ માટે રૂ.૪૦,૮૦૦/- માસિક ફિકસ વેતન


Age Limit : Not less than 21 and not more than 35 years of age.


અરજી ફી  : અરજી ફી પેટે રૂ.૪૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પ.વ અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૨૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. 


રસ ધરાવતા ઉમેદવારોએ તા.૧૦-૦૯-૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા.૨૯-૦૯-૨૦૨૪ (૧૬-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. 


જાહેરાતની સામાન્ય જોગવાઇઓ : 

(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. 

(૨) ઓનલાઇન અરજી કરવા તથા પેમેન્ટ કરવા માત્ર ડેસ્કટોપ અથવા લેપટોપ નો જ ઉપયોગ કરવો ઉમેદવારો માટે હિતાવહ છે.

(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૯ -૦૯ -૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. 

(૪) વડોદરા મહાનગરપાલિકા ના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

(૫) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યા ને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા/ ઇન્ટરવ્યુ વિગેરે અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

(૬) જાહેરાતમાં દર્શાવેલ જ્ગ્યાઓની સંખ્યામાં વધધટ થવાની શક્યતા રહેશે.

(૭) ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઇએ.

(૮) ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ અથવા નિમણુંક થયા તારીખથી ૦૬ માસ સુધીમાં સદર કોર્ષ પાસ કરવાનો રહેશે. 

(૯) આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, મહાનગરપાલિકા, વડોદરા ને રહેશે. અને આ માટે કોઇ કારણ આપવા બંધાયેલ રહેશે નહીં.

(૧૦) ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.


Official Notification : https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//Garden%20Supervisor(Horti)%20%20R%20R.pdf


Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :