The Mehsana District Central Co-operative Bank Ltd Recruitment / Bharti 2024
ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., મહેસાણા
હેડ ઓફિસ : રાજમહેલ રોડ, ફુવારા પાસે, મહેસાણા-૩૮૪૦૦૧.
વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત
ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., મહેસાણા હેડ ઓફિસ તથા ૮૮ શાખા ધરાવતી બેન્ક માટે નીચે મુજબની પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. બેન્ક દ્વારા નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને સહકારી બેન્કીંગ કામકાજના અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાના ફુલ બાયોડેટા સાથે જરૂરી સ્વપ્રમાણિત નકલ અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે બંધ વરમાં અરજી ભરતીના નિયમોના અ.નં.૧૨માં દર્શાવેલ સરનામે દિન-૩૦ (ત્રીસ) માં રૂબરૂ અથવા પોસ્ટથી મોકલવાની રહેશે.
જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :
આસી. મેનેજર (બેન્કીંગ) : 01 જગ્યા
આસી. મેનેજર આંકડાકીય : 01 જગ્યા
આસી. મેનેજર (લોન) : 01 જગ્યા
કોમ્પ્લાયન્સ ઓફિસર : 01 જગ્યા
Educational Qualification / શૈક્ષણિક લાયકાત :
આસી. મેનેજર (બેન્કીંગ) : 01
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ C.A., M.COM, MBA (Finance & Marketing)
આસી. મેનેજર આંકડાકીય : 01
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ C.A., M.COM, MBA (Finance & Marketing)
આસી. મેનેજર (લોન) : 01
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (મીનીમમ ૫૦% માર્કસ) અંગ્રેજી ભાષાના જાણકાર B.Sc. (Agri.) , Agri Engineer, M.Sc. (Agr),) MBA (Agri.) M.Com, MBA (Finance & Marketing)
કોમ્પ્લાયન્સ ઓફિસર : 01
માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ, અંગ્રેજી ભાષાના જાણકાર
અનુભવને લગતી વધુ માહિતી તમારે ઓફીસીયલ નોટિફિકેશન માંથી વાંચી લેવાની છે
-: ભરતી અંગેની જાહેરાતના નિયમો અને શરતો :-
૧. CAITB / JAIIB પાસ કરેલ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે,
૨. અ.નં. ૧ થી ૪ ની કેડરના ઉમેદવારો અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહાર કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા હોય તે ઈચ્છનીય છે,
3. ઉમેદવારોને ગુજરાતી ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની જાણકારી હોવી ફરજીયાત છે.
૪. ઉપરોક્ત જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને બેન્ક મુખ્ય કચેરીએ નિમણુંક આપશે, બેન્કના પે સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભો ચુકવવામાં આવશે. યોગ્યતા મુજબ પગાર સ્કેલમાં છુટછાટ આપવામાં આવશે.
૫. બેન્ક તરફથી માગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે.
૬. અ.નં. ૧ થી ૪ ની કેડરના ઉમેદવારોની મૌખિક પરીક્ષા યોજવામાં આવશે. જેમાં દરેક કેડરના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
૭. આ અગાઉ બેન્કમાં કરવામાં આવેલ કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
૮. ઉપરોક્ત કેંડરમાં અરજી કરવા માટે વયમર્યાદા નક્કી કરવાની બેઇઝ ડેઇટ તા.૩૧-૦૮-૨૦૨૪ ની રહેશે.
૯. ભરતીને લગતા તમામ હક્ક બેન્ક મેનેજમેન્ટને અબાધિત રહેશે.
૧૦. એક ઉમેદવાર ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે. જો કોઈપણ ઉમેદવાર એક થી વધુ પોસ્ટ માટે અરજી કરશે તો તેમની અરજી માન્ય રાખવામાં આવશે નહીં અને તેમણે કરેલ તમામ અરજી રદ ગણાશે.
૧૧. ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ સામેલ કરવાની રહેશે.
અરજી કરવાનું સરનામું : ચેરમેન સાહેબશ્રી, ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., રાજમહેલ રોડ, ફુવારા પાસે, મહેસાણા-૩૮૪૦૦૧
ઉપરોક્ત વિગતે બેન્ક દ્વારા આપવામાં આવેલ જાહેરાત માટે સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં અ.નં.૧૨ માં દર્શાવેલ સરનામે મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
More Information :