Gujarat Subordinate Service Selection Board (GSSSB) CCE Result 2024 Cut Off| Gaun Seva Pasandgi Mandal CCE Result | Advertisement No. : 212/202324
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
બ્લોક નં .૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪
સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણપત્રક (Scorecard) સંદર્ભે
(વેબસાઈટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)
સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણપત્રક (Scorecard) સંદર્ભે અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.
સદર પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે મુજબની લિંકથી તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૫ કલાક સુધી જોઈ શકાશે.
ઉક્ત મુજબની ઓનલાઇન કાર્યવાહી કરવા સારૂ હાલમાં જે રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી કાર્યરત છે તે આજના દિવસ પૂરતું સાંજના ૨૦:૦૦ કલાક સુધી સ્થગિત રહેશે. જેની જાણ થવા વિનંતી છે.
આજ રોજ (06/09/2024) સાંજે ૨૦:૦૦ કલાકથી ઉમેદવારો રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે દર્શાવ્યા મુજબની લિંકથી જોઈ શકશે.
Result Link : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
More Information :