PM Poshan Yojana Vadodara Recruitment / Bharti 2024 | વડોદરા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ વિવિધ જગ્યાઓ પર ભરતી
વડોદરા જીલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ
વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર - ૨ જગ્યા
- એમ.ડી.એમ. સુપરવાઈઝર - ૯ જગ્યા
જગ્યાઓ માટે વિગતવાર માહિતી :
જગ્યાનું નામ : જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
જગ્યાની સંખ્યા : ૨ જગ્યા
શૈક્ષણિક લાયકાત :
(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦% કે તેથી વધુ ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.
(૨) સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી.ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીલ ટેસ્ટ લઇને કરવામાંઆવશે.
(૩) માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રીવાળાને અગ્રિમતા.
માસીક મહેનતાણું : ૧૫,૦૦૦/- ફિક્સ
જગ્યાનું નામ : એમ.ડી.એમ. સુપરવાઈઝર
જગ્યાની સંખ્યા : ૯ જગ્યા
શૈક્ષણિક લાયકાત :
(૧) ગ્રેજ્યુએટ ઇન હોમસાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશ્યન અથવા ગ્રેજ્યુએટ ઇન-સાયન્સ
(૨) કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી ટેસ્ટ લઈને કરવાની રહેશે
(૩) પીએમ પોષણ યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
માસીક મહેનતાણું : ૧૫,૦૦૦/- ફિક્સ
અગત્યની સૂચનાઓ :-
1. પીએમ પોષણ યોજનામાં જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
2. અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના, નવી કલેક્ટર કચેરી, રૂમ નં.૪૮, દિવાળીપુરા, જુના પાદરા રોડ વડોદરામાંથી મેળવી શકાશે.
3. નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી કામકાજના ૧૦ (દસ) દિવસમાં અરજી રૂબરૂમાં કે સાદી ટપાલથી કે રજી.પો.એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
4. નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી. અરજી કરતાં પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણાઓ અંગેની સૂચનાઓ માર્ગદર્શીકા પહેલા વાંચી લેવી.
5. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજનાની કચેરી રૂમ નં.૪૮ની નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.
6. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યું / પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના, ધ્વારા લેખિતમાં જણાવવામાં આવશે.
More Information :