ઓનલાઈન રજીસ્ટ્રેશન - કૃષિ વૈવિધ્યકરણ યોજના | www.dsagsahay.gujarat.gov.in

ઓનલાઈન રજીસ્ટ્રેશન - કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૪-૨૦૨૫ | Agricultural Diversification Scheme | www.dsagsahay.gujarat.gov.in


કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત આદિજાતિ ખેડુતો માટે 

તારીખ :- ૧૩/૦૩/૨૦૨૪ થી ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે

ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત

આદિજાતિ વિકાસ વિભાગ

બિરસા મુંડા ભવન, સેક્ટર ૧૦-એ ગાંધીનગર 

કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૪-૨૦૨૫


વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ ખેડુતોને મગફળી,સોયાબીન,જુવાર, તુવેર, ડાંગર અને રીંગણ, ભિંડા, નાગલી,બાજરા અને અડદ ના બિયારણ પૈકી કોઈ એક બિયારણ તેમજ ખાતર (૧ - થેલી પ્રોમ = ૫૦ કિ.ગ્રા, ૧ થેલી ડી.એ.પી. = ૫૦ કિગ્રા અને ૧ બોટલ નેનો યુરીયા = ૫૦૦.૦૦ મીલી.) ની કિટનું વિતરણ કરવામાં આવશે. તથા આ યોજના હેઠળ લાભ લેનાર લાભાર્થીને અમલીકરણ એજન્સી દ્વારા ખેતી અંગેની તાલીમ, માર્કેટ લીંકેજની સેવાઓ તેમજ ફોન અને મેસેજ દ્વારા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે આ યોજના હેઠળ 0 થી 20 બી.પી.એલ. સ્કોર ધરાવતા પસંદગી પામનાર આદિજાતિ ખેડુત કુટુંબદીઠ એક જ કિટ મળવા પાત્ર થશે. 


જે આદિજાતિ ખેડુતો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ www.dsagsahay.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે સંબધીત VCE, ઈ-ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર, સાયબર કાફે પરથી અરજી કરી શકાશે.


યોજના નું નામ : કૃષિ વૈવિધ્યકરણ યોજના


ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ : ૧૩/૦૩/૨૦૨૪

ઓનલાઇન અરજી પૂર્ણ થવાની તારીખ : ૩૦/૦૪/૨૦૨૪


અરજદાર માટેની સુચના : 

૧. અરજદારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ:-૩૦/૦૪/૨૦૨૪

૨. અરજદારે રૂ. ૫૦૦/- (અંકે પાંચસો રૂપિયા) લોકફાળા પેટે જમા કરવવાના રહેશે

૩. યોજના હેઠળ માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. કોઈપણ કચેરીએથી અરજી ફોર્મનું વિતરણ ફરવામાં આવનાર નથી. 


VCEશ્રીઓ માટે ખાસ નોંધ : 

www.dsagsahay.gujarat.gov.in પોર્ટલ અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે સંબધિત ગ્રામ પંચાયતના દરેક VCE શ્રીઓ (અનુસૂચિત આદિજાતિ વિસ્તાર) પોતાના SSO આઈ.ડી, પાસવર્ડ થી લોગીન થઈ અરજદારશ્રીઓ માટે અરજી સબમીટ કરી શક્શે દરેક નવી અરજી(અગાઉના વર્ષમાં યોજનાનો લાભ લીધેલ ન હોય તેવા અરજદારશ્રીની અરજી) માટે સંબધિત VCE શ્રીઓને પ્રતિ નવી અરજી રૂ. ૨૦/- ઈન્સેન્ટીવ પેટે મળવા પાત્ર થશે.


Apply Online : https://dsagsahay.gujarat.gov.in/


More Information :