Latest News - GSSSB પ્લાનિંગ આસિ., ગ્રાફિક ડીઝાઈનર, સર્વેયર સંવર્ગ 30 - 31 માર્ચે 3 કેન્દ્રો ખાતે ગૌણ સેવા મંડળ દ્વારા પરીક્ષા લેવાશે
પ્લાનિંગ આસિ., ગ્રાફિક ડીઝાઈનર, સર્વેયર સંવર્ગ
30-31 માર્ચે 3 કેન્દ્રો ખાતે ગૌણ સેવા મંડળ દ્વારા પરીક્ષા લેવાશે
બન્ને દિવસ સવાર - બપોરના બે સેશનમાં પરીક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 30-31 માર્ચે પરીક્ષા લેવાશે. જેમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ, ગ્રાફિક ડીઝાઈનર અને સર્વેયર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા વડોદરા જિલ્લાના 3 કેન્દ્ર પર રોજ બે સેશનમાં લેવાશે. સવારે 9થી 12 અને બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન પરીક્ષા થશે. પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહે૨ શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને
સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. બી. એસ. પ્રજાપતિએ જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
જે કેન્દ્રોમાં પરીક્ષા લેવાય તે શાળાના પરીક્ષા ખંડમાં તથા પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ, વાયરલેસ સાહિત્ય લઇ જવા પર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ છે.
કેન્દ્રની આસપાસ 100 મીટરના અંતરમાં 4 કે તેથી વધુ વ્યક્તિએ ભેગા થવું નહીં, ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં. લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.
More Information :