GSEB 12th HSC Science Provisional Answer Key Download | Maths / Chemistry / Physics / Biology Subject | www.gseb.org

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) 12th HSC Science March 2024 Provisional Answer Key Download | Maths / Chemistry / Physics / Biology Subject | www.gseb.org


ધો.12 સાયન્સના 4 વિષયની આન્સર-કીની જાહેરાત કરાઇ

30 માર્ચ સાંજે 6 સુધીમાં વાંધા રજૂ કરી શકાશે


ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (જીએસઈબી) બોર્ડે ધો.12 સાયન્સના મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી એમ 4 વિષયની માર્ચમાં લેવાયેલી પરીક્ષાની આન્સરકીબોર્ડની વેબસાઈટ ૫૨ મૂકી છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના નિષ્ણાતોએ તૈયાર કરેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org ૫૨ મૂકાઈ છે.

આન્સરકી અંગે કોઈ ૨જૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ ૫૨ મૂકેલ નિયત નમૂનામાં વિષય અને માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત ઇમેલ Gsebsciencekey2024@ gmail.com ૫૨ 30 માર્ચ 2024, શનિવાર સાંજે 6 સુધીમાં કરવાની રહેશે, ત્યારબાદની રજૂઆત ધ્યાને લેવાશે નહીં.

રજૂઆત ફક્ત ઈમેલ મારફતે સ્વીકારાશે, જેની પ્રશ્નદીઠ ફી રુ.500 એસબીઆઇમાં ભરવાની રહેશે. આ રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ ઇમેલથી મોક્લવાની રહેશે, ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રખાશે નહી. જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો પ્રશ્નની ભરેલી ફી પરત કરાશે. આન્સર-કી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તર અંગે રજૂઆતને આધાર રજૂ કરશે તો તે ગ્રાહ્ય રખાશે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ- ૨૦૨૪, વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. આન્સર-કી અંગે કોઇ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E-MAIL ID : gsebsciencekey2024@gmail.com ઉપર તા.૩૦/૦૩/૨૦૨૪, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. 

  • રજૂઆત ફક્ત E-MAIL મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK”માં ભરવાની રહેશે. 
  • ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ E-MAIL મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
  • વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.


Answer Key Download (All Subject) : https://www.gsebeservice.com/assets/news/HSC%20Science%20Provisional%20Answer%20Key%20March-2024.pdf


Official Website : https://www.gseb.org/


 More Information :