GSSSB CCE (Group A and B) Exam Date / Call Letter Download Notification 2024 & Syllabus | gsssb.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ - GSSSB CCE (Group A and B) Exam Date / Call Letter Download Notification 2024 & Syllabus | gsssb.gujarat.gov.in | OJAS


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

બ્લોક નં .૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર

જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪ (Advt. No. : 212/202324)

પ્રથમ તબક્કાની પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત

(વેબસાઈટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

પરીક્ષા કાર્યક્રમ તથા અગત્યની સૂચનાઓ


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની નીચે મુજબની અગત્યની માહિતી, કાર્યક્રમ તથા સૂચનાઓ ધ્યાને લેવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.


પરીક્ષાનો સમયગાળો : તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૮/૦૫/૨૦૨૪ દરમિયાન 

પરીક્ષા પધ્ધતિ : CBRT (Computer Based Response Test)

કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : તા.૨૧/૦૩/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી


અગત્યની સૂચનાઓ :

1. ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે.

2. કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના ૧૫ મીનીટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે.

3. આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવી.


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=QrOPKYFJKrjyxy7AeFvFUdma4pT%E2%9C%BFArVOvOzymtzsrMBwZjY5E5oEJRGFvH%E2%9C%BFv9R4AlpjrvljEKg6Swe6PJNDVpIfe4acg4ZO9U5XAl1ZnLaP%E2%9C%BF8qefPYE1ZroGxX4jxyGygkX305Or6afc0LjvORW%E2%9C%BFrw%E2%99%AC%E2%99%AC


Call Letter Download : https://ojas.gujarat.gov.in/ojas1/Home.aspx


Syllabus Download : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEii_R_JJWE2pMGnIhZGf25j3rgJXJT-iKCDzCjqaQweVFb0pesFcVS914irrCdesyEgrzluv3YHxcZHbnsV3FPVArD1cN-VL-MjxsM8in6S6BO5QX6AKYFGU6iKTgSeW3bp5TGmIwXL4gY98jooPK4fZ8gfOb7WN5mZVxTU3zq4K9e9-Xr_kK7cXONCEiA/s1014/gsssb%20syllabus.jpg


More Information :