GPSC Deputy Section Officer / Deputy Mamlatdar Class-3 Result 2024 & Cut Off | Eligibility List (Main) | Advt. No. 42/2023-24
Gujarat Public Service Commission
PROVISIONAL RESULT
List of Eligible Candidates for appearing in the Main Written Examination
Advertisement No. 42/2023-24
The result is also available on Commission's website : https://gpsc.gujarat.gov.in, gpsc-ojas.gujarat.gov.in and GPSC mobile application: GPSC (Official)
The following 3342 candidates are declared provisionally qualified in the Combined Competitive (Preliminary) Exam conducted by the Gujarat Public Service Commission on 15.10.2023 for the Advt. No. 42/2023-24, Deputy Section Officer, Class-3. The candidates are declared provisionally qualified for appearing in the Main Written Examination, subject to their fulfilling all conditions of eligibility of Advt. No. 42/2023-24.
In accordance with the rules of the examination, all these candidates have to apply again for admission to the main examination in the detailed application form, as per the instruction of the commission.
Details of Category-wise Qualifying standard (Cut-off Marks) and Category wise total of qualified candidates are shown below :
સામાન્ય વર્ગ જેટલું કટઓફ લાવવા 6ને બદલે 26 ગણા ઉમેદવાર પાસ કરાયા
Dy.So ની પ્રીલિમનું રિઝલ્ટ જાહેર, મેઇન્સમાં 1જગ્યા માટે 26 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા થશે
જીપીએસસીએ જાન્યુઆરીમાં 127 જગ્યાની ભરતી જાહેર કરી હતી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જાહેર કરેલા પરિણામમમાં 3342 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરાયા છે. જનરલ કેટેગેરીના પુરૃષ ઉમેદવારોનું કટઓફ 106.79માર્ક્સ, જ્યારે જનરલ કેટેગેરીના મહિલા ઉમેદવારોનું કટઓફ 100.33 માર્કસ રહ્યું હતું. બિનઅનામત અને અનામત કેટેગેરેનું પરિણામ સમાન રાખવા માટે 6 ગણા ઉમેદવારોના સ્થાને 26 ગણા ઉમેદવારોને પાસ કરાયા છે. જીપીએસસીએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, આયોગે જાન્યુઆરી મહિનામાં 127 જગ્યા પર ડીવાયએસઓની ભરતી જાહેર કરી હતી. જેમાં સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારીની 120 જગ્યા, ગુજરાત જાહેર સેવા આયોગની 07 જગ્યા ૫૨ ભરતી જાહેર કરાઇ હતી. સોમવારે જાહેર કરેલા પ્રાથમિક કસોટીના પરિણામ બાદ મુખ્ય કસોટી માટે ઉમેદવારોને લાયક જાહેર કરાયા છે.
સૌથી વધારે એસઈબીસીના 1268 ઉમેદવાર પાસ થયા
ગયા વર્ષે પણ જાહેર કરેલી 87 જેટલી જગ્યા સામે 1996 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરાયા હતા. મળતી માહિકી પ્રમાણે, ડેપ્યુટી સેક્શન ઓફિસરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવતા નથી, પરંતુ મુખ્ય પરીક્ષાના ગુણને આધારે જ ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવે છે. મુખ્ય પરીક્ષા બાદ તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ભરતી માટેની લાયકાત ન ધરાવતા ઉમેદવારોને ભરતી માંથી બાકાત કરવાની પ્રક્રિયા કરાશે.
જીપીએસીએ ગેરવર્તણૂક કરનારની ઉમેદવારી રદ કરી
જીપીએસએ બે ઉમેદવારોની ઉમેદવારી રદ્દ કરી છે. એક ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઇલ લઇને પરીક્ષા આપવા આવ્યો હતો. જ્યારે બીજા ઉમેદવારે પરીક્ષાની ફરજ બજાવી રહેલા સ્ટાફ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. નિયમ મુજબ બન્નેને ભરતી માટે ગેરલાયક ઠેરવ્યા છે.
Deputy Section Officer / Deputy Mamlatdar Class-3 Result : https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LECM-42-202324.pdf
More Information :