Vadodara Municipal Corporation (VMC) Instructions Regarding Recruitment of Public Health Worker (PHW) and Field Worker (FW-Male)candidates on contractual basis

 Vadodara Municipal Corporation (VMC) Instructions Regarding Recruitment of Public Health Worker (PHW) and Field Worker (FW-Male)candidates on contractual basis


વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ

મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન - ૨૦૨૪

www.vmc.gov.in

પબ્લિક હેલ્થ વર્કર (PHW) તથા ફિલ્ડ વર્કર (FW-પુરૂષ) ની કરાર આધારિત ઉમેદવારો મેળવવા સંદર્ભમાં સુચના

વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ હસ્તક વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ અંગેની ક્ષેત્રીય કામગીરી માટે પબ્લીક હેલ્થ વર્કર (PHW) અને ફિલ્ડ વર્કર (FW-પુરૂષ) (પુ.) ની ૧૧ માસના કરાર આધારીત તદન હંગામી ધોરણે ઉમેદવારો મેળવવા અંગે પી.આર.ઓ.નં.૧૦૮૫/૨૩-૨૪ થી પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાતના સંદર્ભમાં પસંદગી પામેલ ઉમેદવારોની પ્રથમ પસંદગી યાદી તથા તેઓના નિમણુંકના હુકમ www.vmc.gov.in વેબસાઈટ ઉપર તા.૦૫-૦૩-૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મુકવામાં આવશે. આ યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોએ પોતાના નિમણૂંકના હુકમ જાતે ડાઉનલોડ કરી તા.૧૩-૦૩-૨૦૨૪ થી તા.૨૧-૦૩-૨૦૨૪ સુધીમાં (રજાના દિવસ સિવાય) કચેરી સમય દરમ્યાન તેઓને યાદીમાં ફાળવવામાં આવેલ જે તે ઝોનની કચેરી ખાતે બાયોલોજીસ્ટશ્રી સમક્ષ હાજર થવાનું રહેશે. પસંદગી પામેલ ઉમેદવારોને અલગથી કોઈ જાણ કરવામાં આવશે નહી. આ માટેની જરૂરી માહિતી/શરતો વડોદરા મહાનગરપલિકાની ઉપર જણાવેલ વેબસાઈટ ઉપરથી મેળવી લેવાની રહેશે.

તા.૨૧-૦૩-૨૦૨૪ સુધીમાં હાજર ન થનાર ઈસમોના નામ પસંદગી યાદીમાંથી રદ કરી પ્રતિક્ષાયાદીમાંથી અન્ય ઈસમની જે તે જગ્યાએ તૂર્ત નિમણુંક આપવામાં આવશે આ બાબતે કોઈપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી જેની સબંધકર્તા તમામે ખાસ નોંધ લેવી.


Official Website : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :