Gujarat Education Department Recruitment 2024 | ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી ૨૦૨૪ | gujarat-education.gov.in

Gujarat Education Department Recruitment 2024 | ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી ૨૦૨૪ | gujarat-education.gov.in


ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, ભોંયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિતવનની સામે, સેક્ટર-૧૯, ગાંધીનગર 

લીગલ એડવોકેટની કરાર આધારિત જગ્યાઓ ભરવા બાબત

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિતવનની સામે, સેક્ટર-૧૯, ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટની ૧૧ માસના કરાર આધારિત નિમણૂંક માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચે મુજબની વિગતોએ નિયત નમુનામા અરજી મંગાવવામાં આવે છે.


જગ્યાનું નામ : લીગલ એડવોકેટ

કુલ જગ્યા : ૦૩

વય મર્યાદા : મહત્તમ ૫૦ વર્ષ

પગાર અને ભથ્થા : રૂા. ૬૦,૦૦૦/- માસિક ફિક્સ એકત્રિત રકમ

લાયકાત અને અનુભવ : 

(૧) ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી (LL.B.) (૨) કાયદાની પેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.

(૩) CCC+ level નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. 

(૪) ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નોંધણી ધરાવતા હોવો જોઈએ.

(૫) ઓછામાં ઓછો ૦૫ (પાંચ) વર્ષનો નામ.હાઈકોર્ટ ખાતે પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. (૫.૧) સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ.સુપ્રીમકોર્ટ / હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં ૦૩ (ત્રણ) વર્ષનો અનુભવ.


અન્ય વિગતો : 

(૧) અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે.

(૨) સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ સુધીમાં મળે તે રીતે નાયબ નિયામકશ્રી (પ્લાન), પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, ભોયતળીયે, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, પુનિતવનની સામે, સેક્ટર-૧૯, ગાંધીનગર ના સરનામે મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.

(૩) અરજી પત્રકનો નમૂનો, જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા લીગલ એડવોકેટની જગ્યાની બોલી શરતો અને ફ૨જો કામગીરીની વિગતો કચેરીની વેબસાઇટ https://gujarat-education.gov.in/primary/ પર મુકવામાં આવેલ છે. 

(૪) સબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.


Official Notification : https://gujarat-education.gov.in/primary/Portal/News/22_1_Jaherat_V2_Final09082024.pdf


Application Form : https://gujarat-education.gov.in/primary/Portal/News/23_1_Application_Format_V2_Final.pdf


More Information :