Admission Committee for Professional Medical Courses (ACPMEC) Undergraduate (UG) Admission 2024-25 For Medical, Dental, Ayurvedic & Homeopathy | www.medadmgujarat.org
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ
ગુજરાત સરકાર
ઓફિસ : જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, ગાંધીનગર
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકોના પ્રવેશ માટે
ગુજરાત બોર્ડ. સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ ૧૨ (બી એ.બી. ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નીટ-પુજી ૨૦૨૪માં ઓલ ઇન્ડિયા ઓવર ઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવેશ નિયમો તેમજ જે-તે કમિશન કાઉન્સિલના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી, ગ્રાન્ટ ઈન એઇડ તથા સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીની કોલેજમાં (સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫૪ ઓલ ઇન્ડિયા કોટા બેઠકોના સમાવેશ સાથે) ઉપરોક્ત અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રોની ચકાસણી અંગેનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવશે.
વિગત & તારીખ અને સમય :
પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઈન પિન ખરીદી : ૦૩/૦૮/૨૦૨૪ સવારે ૧૦.૦૦ કલાકે થી ૧૩/૦૮/૨૦૨૪ બપોરે ૦૨.૦૦ કલાક સુધી
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે : ૦૩/૦૮/૨૦૨૪ સવારે ૧૦.૦૦ કલાકે થી ૧૩/૦૮/૨૦૨૪ સાંજે ૦૫.૦૦ કલાક સુધી
હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા : ૦૫/૦૮/૨૦૨૪ સવારે ૧૦:૦૦ કલાકે થી ૧૪/૦૮/૨૦૨૪ સાંજે ૦૪:૩૦ સુધી
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો પિન વેબસાઈટ www.mediamgujarat.org પરથી રૂ. ૧,000 - (નોન-રીડેબલ) + રૂ. ૧૦,000/- (રીફ ડેબલ સીક્યુરીટી ડીપોઝીટ) = કુલ 11,000/- Rs.પૂરાની ચૂકવણીથી ખરીદી શકાશે.
ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટેનો સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે.
હેલ્પ-સેન્ટર કામકાજ સમય : સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૪:૩૦ કલાક સુધી જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર ખાતે અરજ ચકાસણી બંધ રહેશે.
લોકલ ક્વોટાના ઉમેદવારો માટે : જે ઉમેદવાર શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ અથવા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સુરતના લોકલ ક્વોટાની બેઠક માટે અરજી કરવા માગતા હોય, તેવા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓ લોકલ અમદાવાદ સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીનશ્રી પાસેથી મેળવવું જરૂરી છે જે અંગે સંબંધિત કોલેજનો સંપર્ક કરવો.
સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપથી સંસ્થાઓની ૧૫ ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોના ઉમેદવારો માટે : સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપથી સંસ્થાઓની ૧પ૪ ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકો માટે જે વિદ્યાર્થીઓએ ૧૨મું ધોરણ (બી એ.બી. જૂથ સાથે વિજ્ઞાન પ્રવાહ) ભારતમાં કોઈ પણ પરીક્ષા બોર્ડમાંથી પાસ કર્યું છે અને નીટ-યુજી ૨૦૨૪માં ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોય અને આયુષ મંત્રાલય, ભારત સરકારના પ્રવેશ નિયમો અને સંબંધિત કમિશન કાઉન્સિલના નિયમો મુજબ પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓ શૈલચક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ફોર્મ ભરી શકશે.
એન.આર.આઈ. ઉમેદવારો માટે : ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યાં બાદ, પ્રક્રિયા ફી તરીકે રૂા. ૧૦,૦૦૦/- (દસ હજાર રૂપિયા પૂરા-)નો "ACPUGMEC" payable at Gandhinagar ના નામનો ડિમાન્ડ ડ્રાફટ એડમિશન કમિટીની ઓફિસ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે.
રજીસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગેના કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે ઉમેદવારે કેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. હેલ્પ સેન્ટરોની યાદી પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે.
પ્રવેશ-પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી વેબસાઈટ www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે. પ્રવેશ સમિતિ દ્વારા અપડેટ કરેલી માહિતી માટે વારંવાર આ વેબસાઈટની મુલાકાત લેવી.
ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના : ટ્રાંઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે, સારી ગતિવાળું ઇન્ટરનેટ (ખાસ કરીને, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન) નો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં સુચના આપવામા આવે છે કે રીફંડેબલ સિક્યુરિટી ડીપોઝીટ વિદ્યાર્થી જે બેંક ખાતામાં થી ભરશે, પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, જો વિદ્યાર્થી સિક્યુરિટી ડીપોઝીટ રીફન્ડ મેળવવા માટે લાયક થશે તો આ રીફન્ડ તે જ બેંક ખાતામાં પરત કરવામા આવશે એટલે રીફંડેબલ સિક્યુરિટી ડીપોઝીટ ભરતી વખતે જે બેંક ખાતામાં તમે રીફંડ મેળવવા માંગતા હોય તેજ ખાતાથી ટ્રાંઝેક્શન કરવુ.
Advertisement for online Registration [ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત] : https://medadmgujarat.ncode.in/web/ug2024/REG/Adv.%20-%20PIN%20dist.%20&%20Online%20Reg.%20-%20UG%20[2024-25]%20-.pdf
Advertisement for online Registration of 15% All India Quota seats of BAMS / BHMS courses in Self-Financed Colleges : https://medadmgujarat.ncode.in/web/ug2024/REG/Adv.%20-%20PIN%20dist.%20&%20Online%20Reg.%20-%20UG%20[2024-25]%20-%20AIQ%20AYUSH.pdf
Procedure for Online Registration [ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા] : https://medadmgujarat.ncode.in/web/ug2024/REG/Procedure%20for%20online%20registration%20[2024-25].pdf
Instructions for Online Application and Registration [ઓનલાઇન એપ્લિકેશન અને રજીસ્ટ્રેશન માટેની સૂચનાઓ] : http://medadmgujarat.ncode.in/web/ug2024/REG/Instructions%20for%20Online%20Application%20and%20Registartion-%20[2024-25].pdf
Process of Online Admission [ઓનલાઇન એડમિશન ની કાર્યપ્રણાલી] : http://medadmgujarat.ncode.in/web/ug2024/REG/Process%20for%20online%20Admission%20-%20[2024-25].pdf
List of Documents Required for Admission Process of ACPUGMEC [ACPUGMEC ની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી] : http://medadmgujarat.ncode.in/web/ug2024/REG/List%20of%20Documents%20Required%20for%20Admission%20Process%20of%20ACPUGMEC.pdf
List of Help Centers : http://medadmgujarat.ncode.in/web/ug2024/REG/List%20of%20Help%20Centers%20[2024-25].pdf
Online Registration & Official Website : https://www.medadmgujarat.org/
More Information :