Vadodara Municipal Corporation (VMC) Recruitment / Bharti 2024 | વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેરાત

Vadodara Municipal Corporation (VMC) Recruitment / Bharti 2024 | વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેરાત



વડોદરા મહાનગરપાલિકા

www.vmc.gov.in 

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકા હસ્તકના આઇ.ટી. ડીપાર્ટમેન્ટ માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા. ૨૦-૦૯-૨૦૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૦૯-૧૦-૨૦૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.


જગ્યાનું નામ : સોફ્ટવેર પ્રોગ્રામર

કુલ જગ્યા : ૦૪ જગ્યા

શૈક્ષણિક લાયકાત :

1. Full time MCA / B.E.-IT / Computers / M.Sc.-IT with 55% 

પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે રૂ.૪૦,૮૦૦/- માસિક ફિકસ વેતન

ઉંમર : ૩૫ વર્ષથી વધુ નહીં.


જગ્યાનું નામ : સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર

કુલ જગ્યા : ૦૨ જગ્યા

શૈક્ષણિક લાયકાત : Full time B.E.-IT / Computers / Electronics / Diploma-IT / EC / Electronics with 55% 

પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે રૂ.૪૦,૮૦૦/- માસિક ફિકસ વેતન

ઉંમર : ૩૫ વર્ષથી વધુ નહીં.


અનુભવઃ having minimum 5 years of post qualification experience. 


અરજી ફી સ્વીકારવા/જમા કરાવવા અંગે :

બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૪૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. સા.શૈ.પ.વ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૨૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે.


આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા. ૨૦-૦૯-૨૦૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૦૯-૧૦-૨૦૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. 

(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc. gov.in પરથી મેળવવાની રહેશે. 

(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૦૯-૧૦-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. 

(૪) વડોદરા મહાનગરપાલિકા ના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

(૫) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યા ને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુ વિગેરે અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

(૬) ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. 

(૭) ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઇએ.

(૮) શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક્ક દાવો સ્વીકારવામાં આવશે નહીં.

(૯) ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ અથવા નિમણુંક થયા તારીખથી ૦૬ માસ સુધીમાં સદર કોર્ષ પાસ કરવાનો રહેશે. 


Official Notification : 

સોફ્ટવેર પ્રોગ્રામર : https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//software%20programmer.pdf

સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર : https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//Server%20&%20%20Network%20Administrator.pdf


Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :