National Health Mission (NHM) Amreli Recruitment / Bharti 2024 | જિલ્લા આરોગ્ય સોસાયટી અમરેલી ભરતી જાહેરાત

 National Health Mission (NHM) Amreli Recruitment / Bharti 2024 | જિલ્લા આરોગ્ય સોસાયટી અમરેલી ભરતી જાહેરાત


જિલ્લા આરોગ્ય સોસાયટી, જિલ્લા પંચાયત, અમરેલી

વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત 

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમરેલી જિલ્લામાં નીચે જણાવેલ સંવર્ગની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા અને તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.

ઉપરોકત પોસ્ટ માટેની જરુરી લાયકાત, ઉમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.


જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

  1. આયુષ મેડિકલ ઓફિસર (એમ.ઓ) : 06 જગ્યા
  2. ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ : 19 જગ્યા
  3. એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ : 07 જગ્યા
  4. એફ.એચ.ડબલ્યુ. : 25 જગ્યા
  5. સ્ટાફ નર્સ : 10 જગ્યા
  6. પ્રોગ્રામ આસીસ્ટન્ટ : 01 જગ્યા
  7. લેબોરેટરી ટેકનીશીયન : 05 જગ્યા


વિગતવાર માહિતી : 

જગ્યાનું નામ : આયુષ એમ.ઓ. 

કુલ જગ્યા : 06 જગ્યા

જરુરી શૈક્ષણિક લાયકાત : ઉમેદવાર BAMS / BSAM / BHMS ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત આર્યુવેદિક/હો.પેથી કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

માસિક વેતન : Rs. 31,000/- Per Month

ઉંમર : ૪૦ વર્ષ થી વધુ નહિ


જગ્યાનું નામ : ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ 

કુલ જગ્યા : 19 જગ્યા (RBSK - ૧૬ તથા અર્બન ૩)

જરુરી શૈક્ષણિક લાયકાત : ઉમેદવાર B.Pharm. / D.Pharm. ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનો સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઈએ.

માસિક વેતન : Rs. 16,000/- Per Month

ઉંમર : ૪૦ વર્ષ થી વધુ નહિ


જગ્યાનું નામ : એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ 

કુલ જગ્યા :  07 જગ્યા (રુરલ–૫, અર્બન–૨)

જરુરી શૈક્ષણિક લાયકાત : કોમર્સ સ્નાતક એમ.કોમ / બી.કોમ. કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોમ્પ્યુટર સોફટવેરનું (એકાઉન્ટન્ટ સોફ્ટવેર, એમ.એસ.ઓફીસ, જી.આઈ.એસ. સોફટવેર વગેરે) હાર્ડવેરનું જ્ઞાન હોવું જોઈએ. ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલીંગમાં કુશળતા. અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રી સ્કીલ તથા આ ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

માસિક વેતન : Rs. 20,000/- Per Month

ઉંમર : ૪૦ વર્ષ થી વધુ નહિ


જગ્યાનું નામ : એફ.એચ.ડબલ્યુ. 

કુલ જગ્યા : 25 જગ્યા (RBSK - ૪, રુરલ - ૧૯, અર્બન - ર)

જરુરી શૈક્ષણિક લાયકાત : ઓકઝીલ્યરી નર્સીંગ મીડવાઈફ નો અભ્યાસ કરેલ હોવો જોઈએ તેમજ ગુજરાત કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનો સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઈએ.

માસિક વેતન : Rs. 15,000/- Per Month

ઉંમર : ૪૦ વર્ષ થી વધુ નહિ



જગ્યાનું નામ : સ્ટાફ નર્સ

કુલ જગ્યા : 10 જગ્યા (રુરલ – ૮, અર્બન – ૨)

જરુરી શૈક્ષણિક લાયકાત : બીએસસી (નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી નો અભ્યાસ કરેલ હોવો જોઈએ તેમજ ગુજરાત કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનો સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઈએ.

માસિક વેતન : Rs. 20,000/- Per Month

ઉંમર : ૪૦ વર્ષ થી વધુ નહિ


જગ્યાનું નામ : પ્રોગ્રામ આસીસ્ટન્ટ

કુલ જગ્યા :  01 જગ્યા (જિલ્લા – ૧)

જરુરી શૈક્ષણિક લાયકાત : કોઈ પણ વિદ્યાશાખાનાં સ્નાતક સાથે ડીપ્લોમાં/સર્ટીફીકેટ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન (એમ.એસ. ઓફિસ ટુલ્સ એમ.એસ. વર્ડ, એકસેલ, પાવરપોઈન્ટ), ડેટા પ્રોસેસીંગ, ચાર્ટ, ગ્રાફ વગેરે બનાવવા અંગે નું જરુરી જ્ઞાન તથા હાર્ડવેરનું જ્ઞાન અને અંગ્રેજી - ગુજરાતી અને ઈન્ડીક ટાઈપીંગની સારી સ્પીડ.

અનુભવ : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ત્રણ થી પાંચ વર્ષનો અનુભવ

માસિક વેતન : Rs. 16,000/- Per Month

ઉંમર : ૪૦ વર્ષ થી વધુ નહિ


જગ્યાનું નામ :લેબોરેટરી ટેકનીશીયન 

કુલ જગ્યા : 05 જગ્યા (અર્બન – પ)

જરુરી શૈક્ષણિક લાયકાત : B.Sc. MicroBiologi / B.Sc. Chemistry / B.Sc. Bio Chemistry / M.Sc. with Organic Chemistry or MicroBiologi બાદ DMLT /CMLT (સરકાર માન્ય સંસ્થા માંથી પાસ)

માસિક વેતન : Rs. 20,000/- Per Month

ઉંમર : ૪૦ વર્ષ થી વધુ નહિ


માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૫/૯/૨૦૨૪ થી તા.૧૫/૯/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી સોફટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in ૫૨ ઓનલાઈન અરજી કરવાની રહેશે.


-: ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :-

  1. ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ઘ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  2. સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
  3. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  4. ઉમેદવારે એક કરતા વધુ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.
  5. જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  6. જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
  7. ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ-મેઈલ દવારા જ કરવામાં આવશે જેથી ઈ–મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે.
  8. ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે ધટાડો કરી શકાશે તેમજ ૧૧ માસના સમય પૂર્ણ થયે તેઓ આપોઆપ છુટા થયેલ ગણાશે.
  9. એન.એચ.એમ. / કમીટી દવારા નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
  10. આ જાહેરાત મુજબ આવેલ તમામ માન્ય અરજી મુજબના ઉમેદવારોની પૈકી નિમણુંક આપ્યા બાદના ઉમેદવારોની પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે જે યાદી એક વર્ષ માટે માન્ય ગણવામાં આવશે.
  11. નિમણૂંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અમરેલી નો રહેશે.


મેરીટ યાદી : તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. એકાઉન્ટન્ટ કમ ડેટા આસી.ની કેડર માટે કોમ્પ્યુટર સ્કીલ આવશ્યકતા હોઈ ToR માં દર્શાવ્યા અનુસાર કોમ્પ્યુટર લાયકાત ધરાવતા હોય તેમને મેરીટમાં કન્સીડર કરવામાં આવશે.


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhHanZLnDWO4ewEqVGEv19YCyGgpidxqovRrmMFQfBBYUYj9o3VUR16krQyf4ORCylvjtZ8zMolVKQsO3WD493Y8132krs18pqC5zocx2-D_pBr1ALvh0Qa3XO1rgYo9CW580mPCvFY4ROG2K_mo7hUhYE435eeDTW1UhUTuBg_m9F3Mj6IrqcPfhPZEAw/s1753/1799-page-002.jpg


Apply Online https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :