Vadodara Municipal Corporation (VMC) Recruitment / Bharti 2024 | વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૪ | www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
ભરતી અંગેની જાહેરાત
વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિ શમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઈટ પર તા.૧૧-૦૯-૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૩૦-૦૯-૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
જગ્યાનું નામ અને કુલ જગ્યા :
- સબ ઓફીસર (ફાયર) - 02 જગ્યા
- સ્ટેશન ઓફીસર (ફાયર) - 09 જગ્યા
- Divisional Officer (Fire) - 02 જગ્યા
જગ્યાનું નામ : સબ ઓફીસર (ફાયર)
જગ્યાની સંખ્યા : 09 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી સબ ઓફીસર કોર્ષ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ.
પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે રૂ.૪૦,૮૦૦/- માસિક ફિકસ વેતન.
ઉંમર :- ૩૦ વર્ષથી વધુ નહીં.
જગ્યાનું નામ : સ્ટેશન ઓફીસર (ફાયર)
જગ્યાની સંખ્યા : 02 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
૧. ગ્રેજયુએટ (સ્નાતક) પાસ.
૨. નેશનલ ફાયર સર્વીસ કોલેજની સબ ઓફીસર અથવા સ્ટેશન ઓફીસરની પરીક્ષા પાસ.
૩. સબ ઓફીસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર ર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.
૪. હેવી ડ્રાયવીંગ લાયસન્સ હોવું જોઇએ.
૫. ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.
પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે રૂ.૪૯,૬૦૦/- માસિક ફિકસ વેતન.
ઉંમર : ૩૫ વર્ષથી વધુ નહીં.
જગ્યાનું નામ : Divisional Officer (Fire)
જગ્યાની સંખ્યા : 02 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
૧. માન્ય યુનિવર્સીટીના સ્નાતક.
૨. નેશનલ ફાયર સર્વીસ કોલેજ, નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફીસરનો કોર્ષ પાસ.
૩. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતાં હોવા જોઇએ.
૪. ફાયર સેવાઓમાં ફાયર ઓફીસર/સ્ટેશન ઓફીસર/સબ-ઓફીસર અથવા સમકક્ષ જગ્યાનો ચાર વર્ષનો અનુભવ ધરાવતાં હોવા જોઇએ.
પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે રૂ.૪૯,૬૦૦/- માસિક ફિકસ વેતન
ઉંમર : ૪૦ વર્ષથી વધુ નહીં.
અરજી ફી : અરજી ફી પેટે રૂ.૪૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પ.વ અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૨૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે.
ઉમેદવારે www.vmc.gov.in વેબસાઈટ પર તા.૧૧-૦૯-૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૩૦-૦૯-૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
- કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કરવા તથા પેમેન્ટ કરવા માત્ર ડેસ્કટોપ અથવા લેપટોપ નો જ ઉપયોગ કરવો ઉમેદવારો માટે હિતાવહ છે.
- ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઇએ.
- ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ અથવા નિમણુંક થયા તારીખથી ૦૬ માસ સુધીમાં સદર કોર્ષ પાસ કરવાનો રહેશે.
- આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, મહાનગરપાલિકા, વડોદરા ને રહેશે. અને આ માટે કોઇ કારણ આપવા બંધાયેલ રહેશે નહીં.
- કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
- આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.
- ઉમેદવારે નિયત થયેલ ફી તા.૩૦-૦૯-૨૦૨૪ સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.
- આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા ઈન્ટરવ્યુ વિગેરે અંગે કમિશનરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
Official Notification :
સબ ઓફીસર (ફાયર) : https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//SUB-OFFICER%20R%20R.pdf
સ્ટેશન ઓફીસર (ફાયર) : https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//Station%20Officer%20(Fire)%20%20R%20R.pdf
Divisional Officer (Fire) : https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//DiviSional%20Officer%20(Fire)%20R%20R.pdf
Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
More Information :