પી.એમ. પોષણ યોજના કરાર આધારિત જગ્યાની ભરતી જાહેરાત | Mid Day Meal - MDM Bharuch Recruitment 2024 | પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત
પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)
વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત
ભરૂચ જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ ૧૧ માસના કરાર આધારિત જગ્યાની જાહેરાત પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)માં ૨૦૨૪-૨૫ના વર્ષમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા સુપરવાઇઝરની ૧૧ માસની કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ પર ભરતી માટે પસંદગી કરવા યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે.
જગ્યાનુ નામ અને કુલ જગ્યા :
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર - ૧ જગ્યા
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર - ૧૬ જગ્યા
જગ્યાનું નામ : જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
જગ્યાની સંખ્યા : ૧ જગ્યા
શૈક્ષણિક લાયકાત :-
૧. માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.
૨. સરકાર માન્ય સંસ્થા માંથી CCC ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઇને કરવાની રહેશે.
માસિક મહેનતાણું : ૧૫,૦૦૦/- ફિક્સ
વય મર્યાદા : ૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૮ વર્ષથી વધુ નહી
જગ્યાનું નામ : તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર
જગ્યાની સંખ્યા : ૧૬ જગ્યા
શૈક્ષણિક લાયકાત :-
૧. માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમસાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડિગ્રી.
૨. ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઇને કરવાની રહેશે.
માસિક મહેનતાણું : ૧૫,૦૦૦/- ફિક્સ
વય મર્યાદા : ૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૮ વર્ષથી વધુ નહી
અરજી ફોર્મ, નિમણૂંક માટેની લયકાત અને શરતો http://collectorbharuch.gujarat.gov.in પરથી મેળવી શકાશે.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી અંગેની જાણ તેમજ મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પી.એમ. પોષણ યોજના દ્વારા લેખિત પત્રવ્યવહાર કરી જણાવવામાં આવશે.
શરતો :-
નિમણૂંક પામેલ ઉમેદવા૨ને ક૨ા૨ના સમયગાળા દ૨મ્યાન રૂા.૧૫,૦૦૦/– ના માસિક ફીકસ ૫ગા૨/ માનદ વેતન મળશે. તેઓની નીમણૂંક ક૨ા૨ના ધો૨ણે ગણવામાં આવશે તથા ક૨ા૨ની મુદ્દત ૧૧ માસની ૨હેશે. ૧૧ માસના ક૨ા૨નો સમય પૂર્ણ થયાના દિવસે ઉમેદવા૨ આપોઆપ છૂટા થયેલ ગણાશે.
નિયત ફીકસ ૫ગા૨/ માનદ વેતન ૫૨ કોઈપણ જાતનાં ભથ્થાં મળવા પાત્ર થશે નહિ.
આ જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારે પોતાની અરજી આ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરીમાં બંધ કવરમાં રજીસ્ટર એ.ડી. થી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
જાહેરાત પ્રસિદ્ધ તારીખ : 22/09/2024
છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં
સમય મર્યાદા બાદ મળેલ અરજીનો સ્વીકાર કરવામાં આવશે નહિ. અરજીના કવર પર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ લખવાનું રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ની કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભરૂચ-૩૯૨૦૦૧
Official Notification & Application Form Download : https://allhitdeals-net.blogspot.com/2024/09/mdm-bharuch-recruitment-2024.html
Application Form Download : https://bharuch.gujarat.gov.in/assets/downloads/MDM_ADVERTISEMENT_23092024.pdf
More Information :