District Health Society NHM Narmada District Recruitment 2024 | arogyasathi.gujarat.gov.in

District Health Society National Health Mission (NHM) Narmada District Recruitment 2024 | arogyasathi.gujarat.gov.in


જીલ્લા આરોગ્ય સોસાયટી, નર્મદા જાહેરાત 

(૧૧ માસ કરાર આધારીત ભરતી)

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જિલ્લા માં નીચે જણાવેલ સંવર્ગની ખાલી જગ્યા તદન હંગામી ધોરણે ૧૧ માસ ના કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદર હુ જાહેરાત આપવામાં આવે છે. લાયકાત ધરાવતા ઇરછુક ઉમેદવારોએ આરોગ્યસાથી પ્રવેશ મોડયુલ ની લિંક https://arogyasathi.gujarat.gov.in તા.૨૦/૦૬/૨૪ (૧૨:૦૦ કલાકથી) તા.૩૦/૦૬/૨૪ (રાત્રીના ૧૧:૫૯) સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. દર્શાવેલ પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગે ની સ્પષ્ટતા દર્શાવતી વિગતો https://arogyasathi.gujarat.gov.in પોર્ટલ ઉપર ઉપલ્બધ છે.


Post Name & Vacancies :

  1. પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશ્યન - 01 Posts
  2. RBSK BAMS પુરૂષ તબીબ - 03 Posts
  3. RBSK ફાર્માસીસ્ટમ ડેટા આસીસ્ટંટ - 02 Posts
  4. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ - આગામી વર્ષની પ્રતિક્ષાયાદી બનાવવા અર્થે, 
  5. NHM-હોમીયોપેથીક આયુષ તબીબ - 01 Posts
  6. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર - 02 Posts
  7. કમ્યુનીટી હેલ્થ ઓફિસર(CHO) - 03 Posts
  8. ઓડીઓલોજીસ્ટ - 01 Posts
  9. ઓડીઓમૅટ્રિક્ષ આસી. - 01 Posts


* ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :

  • ઉમેદવારની ફ્કત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેર માં ફજીયાત અપલોડ કરવાના રહેશે. જો અસ્પષ્ટ,ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે..
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહી
  • ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરિક્ષા આપવાની રહેશે.
  • ઉકત જગ્યા માટે નો પત્ર વ્યવહાર અત્રેની કચેરી ખાતેથી ફક્ત ઇ-મેલ મારફતે જ કરવામાં આવશે. જેથી તમામ ઉમેદવારોએ તેઓના ઇ-મેલ આઇ.ડી. ખાસ કરીને હાલ કાર્યરત હોય તેજ દર્શાવવાનાં રહેશે.
  • ઉક્ત જગ્યાઓ માટે દરેક ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વિગેરેની આરોગ્ય સાથી પોર્ટલમાં જણાવ્યા મુજબ સંપુર્ણ અભ્યાસ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ :- ૩૦/૦૬/૨૦૨૪ ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
  • નિમણૂંકને લગત જેવાકે જગ્યા માં વધારો કે ધટાડો કરવો, ભરતી પ્રક્રિયા રદ કરવી અથવા તેને લગત તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નર્મદા અબાધીત રહેશે.

Online Application Starting Date : 20/06/2024
Last Date For Online Application : 30/06/2024




More Information :