Swarnim Gujarat Sports University (SGSU) Admission 2024-25 | sgsu.gujarat.gov.in | admission.sgsuportal.in
SWARNIM GUJARAT SPORTS UNIVERSITY
સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટી
(સ્થાપના ગુજરાત સરકારના એકટ નં.૨૨ અને યુ.જી.સી.ના એકટ નં.૨ (f) 1956 દ્વારા માન્યતા પ્રાપ્ત)
તાલુકા સેવા સદન ડેસર સામે, વાલાવાવ ચાર રસ્તા પાસે, મુ.કા.-ડેસર, તા-ડેસર, જી-વડોદરા-૩૯૧૭૭૪
ઇ-મેઇલ : admissions.sgsu @ gmail.com
http://sgsu.gujarat.gov.in , http://admission.sgsuportal.in , http://facebook.com/sgsuoficial
પ્રવેશ જાહેરાત શૈક્ષણિક સત્ર : 2024-25
શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉત્સાહી અને લાયક ઉમેદવારો માટે યુનિવર્સિટી તેની સંલગ્ન ડિપાર્ટમેન્ટ, કોલેજો અને પી.જી. સેન્ટરમાં વર્ષ ઃ ૨૦૨૪-૨૫ દરમિયાન નીચેના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પ્રવેશપત્ર મંગાવવામાં આવે છે :
એડમીશન પ્રવેશપત્ર પ્રક્રિયા તારીખ ૧૬/૦૪/૨૦૨૪ થી ૧૬/૦૫/૨૦૨૪ દરમિયાન કાર્યરત રહેશે.
Course Name :
- એમ.પી.એડ. (એન.સી.ટી.ઈ. ના ધારાધોરણ મુજબ) માસ્ટર ઓફ ફિઝિકલ એજયુકેશન
- એમ.પી.ઇ.એસ. (યુ.જી.સી. ના ધારાધોરણ મુજબ) માસ્ટર ઓફ ફિઝિકલ એજયુકેશન એન્ડ સ્પોર્ટ્સ
- બી.પી.એડ. એમ.પી.એડ.(ઇન્ટિગ્રેટેડ) ઇનોવેટીવ પ્રોગ્રામ (એન.સી.ટી.ઈ. ના ધારાધોરણ મુજબ)
- બી.પી.એડ. (એન.સી.ટી.ઈ. ના ધારાધોરણ મુજબ)
- બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન
- બી.પી.ઇ.એસ. (યુ.જી.સી. ના ધારાધોરણ મુજબ)
- બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન એન્ડ સ્પોર્ટ્સ બી.એસસી. (સ્પોર્ટ્સ કોચીંગ) (યુ.જી.સી. ના ધારાધોરણ મુજબ) બેચલર ઓફ સાયન્સ (સ્પોર્ટ્સ કોચીંગ)
- ૧) એથ્લેટીકસ ૨) સ્વિમિંગ ૩) બેડમિન્ટન ૪) ફૂટબોલ ૫) બાસ્કેટબોલ ૬) વોલીબોલ ૭) હોકી ૮) જુડો ૯) હેન્ડબોલ ૧૦) કબડ્ડી ૧૧) રેસ્ટિંગ ૧૨) આર્ચરી
- બી.બી.એ. (સ્પોર્ટ્સ મેનેજમેન્ટ) (યુ.જી.સી. ના ધારાધોરણ મુજબ) બેચલર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશન
- પી.જી ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચીંગ
- ૧) એથ્લેટીકસ ૨) સ્વિમિંગ ૩) બેડમિન્ટન ૪) ફૂટબોલ ૫) બાસ્કેટબોલ ૬) વોલીબોલ ૭) હોકી ૮) જુડો ૯) હેન્ડબોલ ૧૦) કબડ્ડી ૧૧) રેલિંગ ૧૨) આર્ચરી
- પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન
- સ્પોર્ટસ મેનેજમેન્ટ
- એડવેન્ચર સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેશન
- સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ
- ફિટનેશ મેનેજમેન્ટ
- સ્પોર્ટ્સ ન્યુટ્રેશન
- સ્પોર્ટ્સ જર્નાલીઝમ એન્ડ માસ મિડિયા ટેકનોલોજી
- પ્રવેશપત્ર, અભ્યાસક્રમ ફી, અભ્યાસક્રમનું માળખું, લાયકાત, હોસ્ટેલ ફી, મેસ ફી અને નિયમો યુનીવર્સીટીની વેબસાઇટ https://sgsu.gujarat.gov.in અને હેલ્પ લાઇન https://admission.sgsuportal.in ઉપર માહિતી ઉપલબ્ધ રહેશે જેની ચકાસણી કરીને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
- પ્રવેશ સબંધે ખેલ મહાકુંભ સહિતની રાજ્ય સ્તરની સ્પર્ધા ની રમત ગમતની વિશેષ ઉપલબ્ધીઓને ધ્યાનમાં લેવામાં આવશે. હાલમાં સત્રની પરિક્ષા આપી રહેલ ઉમેદવાર પરિણામ પ્રાપ્ત થયેલ ન હોય તો પણ પ્રવેશપત્ર ભરી શકાશે.
- ઉપરોક્ત પૈકી કોઇ પણ કોર્ષ કે ૨મત સ્પેશ્યલાઇઝેસન શરૂ કરવા કે ન કરવાનો અબાધિત અધિકાર યુનીવર્સીટીનો રહેશે.
- ઉપરોક્ત અભ્યાસક્રમો માટે જરૂરી ફોર્મ ફી ‘રજીસ્ટ્રાર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર’’ ને ઉદ્દેશીને ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે અથવા online (Net Banking) થી ભરી શકાશે. ઉપરોક્ત જરૂરી ફી ભર્યાનો આધાર તથા સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે સંપૂર્ણ વિગતો વિદ્યાર્થીની તથા વાલીની સહી કરી પ્રવેશપત્ર એડમીશન સેલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનીવર્સીટી, તાલુકા સેવા સદન ડેસર સામે, વાલાવાવ ચાર રસ્તા પાસે, મુ.કા. - ડેસર, તા-ડેસર, જી- વડોદરા-૩૯૧૭૭૪ ખાતે મોકલી આપવાનું રહેશે. પ્રત્યેક કોર્ષના પ્રવેશપત્ર ભરવા માટેની આખરી તારીખ યુનીવર્સીટીની વેબસાઇટ https:// sgsu.gujarat.gov.in પરથી મેળવી શકાશે.
- ગુજરાત સરકારશ્રીના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુ હેઠળ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ વિભાગ હેઠળના તમામ અભ્યાસક્રમોમાં અને બીનસરકારી અનુદાનીત (ગ્રાન્ટઇન એઇડ -) કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમોમાં બહેનો માટે ટ્યુશન ફી માફી આપેલ છે. જે સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં ચાલતા તમામ અભ્યાસક્રમોને લાગુ પડતું નથી.
- યુનિવર્સિટીના વિવિધ વિભાગો માં ચાલતા તમામ અભ્યાસક્રમોમાં નિયમોનુસાર હોસ્ટેલ ફી અને મેસ ફી વિદ્યાર્થી ભાઇઓ અને બહેનો માટે સમાન રહેશે, જે પ્રવેશ સમયે જૂન અને ડીસેમ્બરમાં સમગ્ર સેમેસ્ટરની એક સાથે ભરવાની રહેશે. જે કોઇ પણ સંજોગોમાં પરત આપવા પાત્ર નથી. આ બાબતે શરતો અને નિયમો પાળવા નું બાંહેધરીપત્ર ડાઉનલોડ કરી સહી કરી પ્રવેશ સમય અને સત્રની શરૂઆત માં રજૂ કરવું ફરિજયાત છે.
Official Website : https://sgsu.gujarat.gov.in/
Official Notification : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/News/788_1_Admission_Advertisement_2024-25__1_.pdf
Apply Online : https://admission.sgsuportal.in/#!/login
More Information :