GUJCET PROVISIONAL ANSWER KEY 2024 DOWNLOAD | www.gseb.org
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ લેવાયેલ ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૪ના ગણિત (૦૫૦), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), રસાયણ વિજ્ઞાન (૦૫૨), જીવ વિજ્ઞાન (૦૫૬) ના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર ૧ થી ૨૦ ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ “પ્રોવિઝનલ આન્સર-કી” બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. આ આન્સર-કી અંગે આપની કોઈ રજૂઆત હોય તો આ સાથે સામેલ નિયત નમુનામાં વિષયવાર, માધ્યમવાર, પ્રશ્નદીઠઅલગ અલગ ફોર્મ ભરી Email ID: gujcetkey@gmail.com ઉપર તા.૦૬/૦૪/૨૦૨૪ને શનિવારના રોજ સાંજે ૧૮:૦૦ કલાક સુધી જરૂરી આધારો સાથે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ અને જરૂરી આધારો સિવાય મળેલ રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. “આન્સર-કી” અંગેની રજૂઆત ફક્ત E-Mail મારફતે સ્વીકારવામાં આવશે. જે માટે પ્રશ્નદીઠ નિયત થયેલ “ફી” રૂ.૫૦૦/- ચલણથી “SBI BANK”માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો આ સાથે સામેલ કરી વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે “ફી” ભરેલ ચલણની નકલ પણ E-Mail મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ભરેલ “ફી” ના ચલણ સિવાય મળતી કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો ઉમેદવારને તે પ્રશ્ન માટે ભરેલી “ફી” પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.
GUJCET Provisional Answer Key Download : https://www.gsebeservice.com/assets/news/gujcet%20provisional%20answerkey.pdf
More Information :