Latest News For CBSC 20% Reduced in New Admissions in 1,250 Central Schools of the Country | દેશનાં 1,250 કેન્દ્રીય વિદ્યાલયોમાં નવા પ્રવેશમાં 20%નો ઘટાડો કરાયો

Latest News For CBSC 20% Reduced in New Admissions in 1,250 Central Schools of the Country


નવા શૈક્ષણિક સત્ર2024-25 માટે નવી ગાઇડલાઇન જારી

દેશનાં 1,250 કેન્દ્રીય વિદ્યાલયોમાં નવા પ્રવેશમાં 20%નો ઘટાડો કરાયો


  • ગુજરાતનાં 48 વિદ્યાલય પણ સામેલ, નવાં એડમિશન 12 હજારથી વધુ ઘટી જશે
  • ડિકેન્સ અને પેરામિલિટરી ફોર્સના સ્ટાફને પ્રાથમિકતા

કેન્દ્રીય વિદ્યાલયોમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25ના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ થયો છે ત્યારે બે દિવસ પૂર્વે જ ગુજરાતનાં 48 સહિત દેશનાં 1,250 જેટલાં કેન્દ્રીય વિદ્યાલયો માટે સંગઠન દ્વારા નવી એડમિશન ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં નવાં એડમિશનની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેવી જ રીતે કેન્દ્રીય વિદ્યાલયથી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન ટ્રાન્સફરની પોલિસીમાં પણ મોટા ફેરફારો કરાયા છે અને તેમાં પણ અંદાજે 20 ટકા જેટલો ઘટાડો અમલી કરાયો છે.

રાજકોટનાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ જી.આર.મીનાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય વિદ્યાલયોમાં અત્યાર સુધી ધો.1માં દર વર્ષે એક ડિવિઝનમાં 40 વિદ્યાર્થીને નવાં એડમિશન આપવામાં આવતાં હતાં જેમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં મોટો ફેરફાર કરાયો છે.

હવેથી કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.1માં એક ડિવિઝનમાં વધુમાં વધુ 32 એડમિશન આપી શકાશે. ...અનુસંધાન પાના નં. 4 પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે એડમિશન ટ્રાન્સફરની પોલિસીમાં પણ મોટો ફેરફાર કરાયો છે. જેમાં ડિફેન્સ અને પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓનાં સંતાનોને એક કેન્દ્રીય વિદ્યાલયમાંથી બીજાં કેન્દ્રીય વિદ્યાલયમાં ટ્રાન્સફરમાં પ્રાયોરિટી આપવાની છે. જ્યારે અન્ય કિસ્સાઓમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ કચેરી તથા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગના કર્મચારીઓ અને અધિકારીઓને એડમિશન ટ્રાન્સફર આપવાની કેટેગરી-1 અને 2 હેઠળ જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે સ્ટેટ ગવર્નમેન્ટ કર્મચારીઓ-અધિકારીઓ તથા અન્ય કેસોમાં એક ડિવિઝનમાં વિદ્યાર્થીઓની સંખ્યા 32થી ઓછી હોય તોજ ટ્રાન્સફરના કિસ્સામાં વારો આવશે.


  • એડમિશનમાં EWS કેટેગરીનું પાલન પણ કરવાનું રહેશે

નવી ગાઇડલાઇન મુજબ એક ડિવિઝનમાં 32 વિદ્યાર્થીઓના નવા એડમિશનમાં આરટીઇ હેઠળ 25 ટકા, એસસી 15 ટકા, એસટી 7.5 ટકા, ઓબીસી 27 ટકા, ઇડબલ્યુએસ 10 ટકાની કેટેગરીનું પાલન કરવાનું રહેશે. તેમજ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ માટે 3 ટકા બેઠક અનામત રાખવાની રહેશે.


Source Paper : Divybhaskar Paper


More Information :