Latest News : PhD can be done directly after four years of graduation | ચાર વર્ષના ગ્રેજ્યુએશન બાદ સીધું પીએચડી કરી શકાશે

Latest News : PhD can be done directly after four years of graduation | ચાર વર્ષના ગ્રેજ્યુએશન બાદ સીધું પીએચડી કરી શકાશે


ઓછામાં ઓછા 75 ટકા કે સમકક્ષ ગ્રેડ જરૂરી :  UGC

ચાર વર્ષના ગ્રેજ્યુએશન બાદ સીધું પીએચડી કરી શકાશે

  • ડાયરેક્ટ નેટ આપી શકાશે, જે-તે વિષયની પરીક્ષા આપવાની રહેશે 

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ જણાવ્યું છે કે ચાર વર્ષનો ગ્રેજ્યુએટ કોર્સ કરનાર વિદ્યાર્થી સીધા જ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ) માટે હાજર રહી શકે છે અને સાથે સાથે પીએચડી પણ કરી શકે છે. જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) સાથે અથવા તેના વિના પીએચડી. કરવા માટે ચા૨ વર્ષના ગ્રેજ્યુએટ

કોર્સમાં ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ જરૂરી છે. નેટ માટે, ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી જરૂરી હતી.

યુજીસીના અધ્યક્ષ જગદીશ કુમારે જણાવ્યું હતું કે, ચાર વર્ષની ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારો સીધા નેટ આપી શકશે. આવા ઉમેદવારોએ જે વિષયમાં તેઓ પીએચડી કરવા માંગતા હોય તે વિષયની પરીક્ષા આપવાના રહેશે. ભલે તેણે કોઈપણ વિષયમાં ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કર્યું હોય. 


Paper Source : Divya Bhaskar


More Information :