પીએમ પોષણ યોજના હેઠળ અરવલ્લી જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત | PM Poshan Yojana Aravalli Recruitment / Bharti 2024

પીએમ પોષણ યોજના હેઠળ અરવલ્લી જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત | PM Poshan Yojana Aravalli Recruitment / Bharti 2024 


અરવલ્લી જીલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 

વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.


જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા : 

જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર - ૦૧ જગ્યા

તાલુકા પી.એમ.પોષણ સુપરવાઇઝર - ૦૨ જગ્યા



જગ્યાઓ માટે વિગતવાર માહિતી : 

જગ્યાનું નામ : જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર

જગ્યાની સંખ્યા : ૦૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦% કે તેથી વધુ ગુણાંકન સાથેની સ્નાતકની પદવી. 

(૨) સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી.ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીલ ટેસ્ટ લઇને કરવામાંઆવશે. 

(૩) માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રીવાળાને અગ્રિમતા.

માસીક મહેનતાણું : ૧૫,૦૦૦/- ફિક્સ



જગ્યાનું નામ : તાલુકા પી.એમ.પોષણ સુપરવાઇઝર

જગ્યાની સંખ્યા : ૦૨ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

(૧) ગ્રેજ્યુએટ ઇન હોમસાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશ્યન અથવા ગ્રેજ્યુએટ ઇન-સાયન્સ

(૨) કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી ટેસ્ટ લઈને કરવાની રહેશે

(૩) પીએમ પોષણ યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

માસીક મહેનતાણું : ૧૫,૦૦૦/- ફિક્સ


પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ,પોષણ,સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. 

અરજીફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાનીની કચેરી, C/F/12,પ્રથમ માળ,જીલ્લા સેવા સદન, અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે. 

નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. 

નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ, અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. 

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ

ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠ અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના દ્વારા લેખિત ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.


Official Notification : https://allhitdeals-net.blogspot.com/2024/10/pm-poshan-yojana-aravalli-recruitment.html


More Information :