ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી જાહેરાત | Dahod ITI Supervisor Instructor Recruitment / Bharti 2024

ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભરતી જાહેરાત | Dahod ITI Supervisor Instructor Recruitment / Bharti 2024 


ઔધોગિક તાલીમ સંસ્થા,દાહોદ,

પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તેમજ અંગ્રેજી વ્યાખ્યાતાની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે.

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે

(૧) હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ગ્રુપમાં નિયમિત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ થાય અથવા તાલીમી સત્ર-૨૦૨૪ પૂર્ણ થાય એ બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે વચગાળાની વ્યવસ્થારૂપે માનદ વેતનથી પ્રવાસી (મુલાકાતી) સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની માનદ સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરિયડ દીઠ કલાકના રૂ/-૯૦/- લેખે મહત્તમ દૈનિક પિરિયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનિક વેતન રૂ/-૫૪૦/-ના દરે માસિક રૂ/- ૧૪૦૪૦/- થી વધુ નહિ તેમ માનદ વેતન ચૂકવવામાં આવશે. લાયકાતના ધોરણો NCVT / GCVT દ્રારા નિયત થયેલ ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતામાં પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે.

(૨) સંસ્થામાં બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધો.૧૦/૧૨ના અંગ્રેજી વિષયની તાલીમ આપવા ધો.૧૦/૧૨ ના અંગ્રેજી (SL)નો સિલેબસ પૂર્ણ થાય અથવા તાલીમી સત્ર ૨૦૨૪ પૂર્ણ થાય એ બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે માનદ વેતનથી અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાતા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરિયડ દીઠ કલાકના રૂ/-૯૦/- લેખે દૈનિક ૦૧ પિરિયડ લેખે માનદ વેતન ચૂકવવામાં આવશે. લાયકાતના ધોરણ અંગ્રેજી વિષય સાથે BA B.ed/M.A B.ed/ BA M.ed/ M.A M.ed રહેશે.

પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટ૨ તથા અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાતા તરીકે આમંત્રિત કરવામાં આવનારની માનદસેવાઓ માનદવેતનથી મેળવવામાં આવતી હોવાથી આવી સેવાઓ ભવિષ્યમાં નોકરી માટે હક્ક દાવા તરીકે ગણી શકાશે નહિ. તથા ઉપર્યુક્ત માનદવેતન સિવાય કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહિ. તે મુજબનું ઉમેદવારે એડેિવિટ થી લેખિતમાં બાંહેધરી પત્ર આપવાનું રહેશે.

ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત તથા અનુભવોનો સમાવેશ કરતી તમામ આધારભૂત પુરાવા સાથેની વિગતવાર અરજી સંસ્થાના સરનામે પહોંચાડવાની રહેશે. અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો સ્વ પ્રમાણિત કરી બિડાણ કારવાના રહેશે. અરજી ફોર્મમાં સંપર્ક નંબર અચૂક આપવાનો રહેશે. સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. 


અ૨જીરૂબરૂ અથવા ૨જી.એ.ડી.થીપહોંચાડવાની છેલ્લી તારીખ : ૦૪/૧૧/૨૦૨૪ 


અરજી મોકલવાનું સરનામું :

આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ, ઝાલોદ રોડ દાહોદ પીન કોડ નંબરઃ૩૮૯૧૫૧ 


સ્થળ-: ઔધોગિક તાલીમ સંસ્થા.દાહોદ,



More Information :