૧૯૦૩ સ્ટાફ નર્સ વર્ગ ૩ ની ભરતી અંગેની જાહેરાત | Gujarat 1903 Staff Nurse Bharti / Vacancy 2024 | OJAS | ojas.gujarat.gov.in | જાહેરાત ક્રમાંક : COH/202425/1

 ૧૯૦૩ સ્ટાફ નર્સ વર્ગ ૩ ની ભરતી અંગેની જાહેરાત | Gujarat 1903 Staff Nurse Bharti / Vacancy 2024 | OJAS | ojas.gujarat.gov.in | જાહેરાત ક્રમાંક : COH/202425/1



સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતી અંગેની જાહેરાત 

કમિશનરશ્રી (આરોગ્ય)ની કચેરી(ત.વિ.), બ્લોકનં-૫, પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

જાહેરાત ક્રમાંક : COH/202425/1

કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ, અને તબીબી શિક્ષણ, ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફનર્સ વર્ગ-૩ની ૧૯૦૩ ખાલી જગ્યાઓ નીચે જણાવેલ વિગતે સ્પર્ધાત્મક પરીક્ષા લઇ ભરવાની થતી હોઇ, આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અન્ય ધોરણો ધરાવતાં ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. 


જગ્યા નું નામ અને કુલ જગ્યાઓ :

  • સ્ટાફ નર્સ - ૧૯૦૩ જગ્યાઓ


જગ્યા અંગેની વિગતવાર માહિતી મેળવીશું :

  • જગ્યાનું નામ : સ્ટાફ નર્સ
  • કુલ જગ્યા : ૧૯૦૩ જગ્યાઓ


શૈક્ષણિક લાયકાત :

(૧) ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી. અથવા ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ જનરલ નર્સીંગ એન્ડ મીડવીફરી (GNM) ડીપ્લોમાં ધરાવતાં 

(ર) ઓકઝીલરી નર્સ એન્ડ મીડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (F.H.W)

(૩) અરજી કરતી વખતે ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનુ કાયમી અને સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઇ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

(૪) ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.


કોમ્પ્યુટર અંગે જાણકારી :

કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ સરકાર માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઇશે તથા સરકાર માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઇ પણ ડીપ્લોમા અભ્યાસક્ર્મમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે. 

આ તબક્કે આ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ નિમણુંક મેળવતા પહેલા આ પ્રમાણપત્ર અચુક રજુ કરવાનું રહેશે. અન્યથા નિમણુંક મેળવવાને પાત્ર ઠરશે નહીં.


વયમર્યાદા : 

અરજી કરવાની છેલ્લી તારીખ ૦૩/૧૧/૨૦૨૪ના રોજ ઉમેદવારની વય ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૪૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહી.

વય મર્યાદામાં છૂટછાટ :

મુળ ગુજરાતના હોય તેવા અનુ.જાતિ, અનુ.જન.જાતિ, સામાજીક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોનાં કિસ્સામાં ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર પાંચ (૫) વર્ષની છુટછાટ આપવામાં આવશે.

૪૦ ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા ૧૦ વર્ષની છુટછાટ આપવામાં આવશે.


પગાર ધોરણ :

પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફનર્સ વર્ગ-૩ને રૂ. ૪૦,૮૦૦/- ના માસિક ફિકસ પગારના પગારથી લાયક ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે કરાર આધારે નિમણુંક આપવામાં આવશે. તે સિવાય અન્ય કોઇ ભથ્થા કે લાભો મળવાપાત્ર રહેશે નહિં.


પરીક્ષા ફી : 

General કેટેગરી : રૂ. ૩૦૦/- + પોસ્ટ ઓફીસ ચાર્જ (ઓનલાઇન ફી ભરવાના કિસ્સામાં રૂ. ૩૦૦ + ચાર્જ) ભરવાનો રહેશે તેમજ ઓનલાઇન પેમેન્ટ કરવા માટેનો પણ વિકલ્પ ઉપબ્ધ હોઇ ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકાશે. 

ST / SC / OBC / EWS કેટેગરી : ફી ભરવાની નથી

પોસ્ટ ઓફીસમાં તેમજ ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા.૦૪/૧૧/૨૦૨૪ના પોસ્ટ ઓફીસના કામકાજ સમય સુધી રહેશે.

ફી ભર્યા બાદ રીફંડ મળવાપાત્ર નથી તેમજ “General” કેટેગરી Select કરનાર ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં.

પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફી ભરવાથી ઉમેદવારને SMS થી ફી ભર્યાની જાણ કરવામાં આવશે. જો ઉમેદવારને પોસ્ટ ઓફિસ મારફતે ભરેલ ફી અંગે SMS ન મળે તો તાત્કાલિક ઉમેદવારે પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે.


અગત્યની તારીખો : 

તા.૦૫/૧૦/૨૦૨૪ (૧૪,૦૦ કલાક) થી તા.૦૩/૧૧/૨૦૨૪(સમય રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન વેબસાઈટ http://ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશે. એક ઉમેદવારે ફક્ત એક જ અરજી કરવાની રહેશે. એક કરતાં વધુ અરજી કરનાર બિનઅનામત ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલ અને ફી ભર્યા સાથેની તેમજ અનામત ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલ અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ “રદ” થશે.


પસંદગી પ્રક્રીયા :

પરીક્ષા ૦.M.R. (Optical Mark Reader) પધ્ધતિથી લેવામાં આવશે. જેમાં નર્સીગ વિષયના ૧૦૦ પ્રશ્નો તેમજ ગુજરાતી વિષયના ૧૦૦ પ્રશ્નો MCQ (Multiple choice question) દ્વારા પુછવામાં આવશે.

પેપર-૧ નર્સીંગ વિષયનું રહેશે. 

  • ફન્ડામેન્ટલ ઓફ નર્સીંગ-૨૦ ગુણ, 
  • મેડીકલ સર્જીકલ નર્સીંગ-૨૦ ગુણ, 
  • મીડવાઇફરી અને પીડીયાટ્રીક નર્સીંગ-૨૦ ગુણ, 
  • મેન્ટલ હેલ્થ અને સાયક્યાટ્રીક નર્સીંગ-૨૦ ગુણ, 
  • કોમ્યુનીટી હેલ્થ નર્સીંગ-૨૦ ગુણ 

આમ કુલ ૧૦૦ પ્રશ્નો પુછવામાં આવશે અને દરેક પ્રશ્નનો ૧ ગુણ રહેશે. આમ, કુલ-૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આ વિષયો માટેનો અભ્યાસક્રમ ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ ધ્વારા નિર્ધારીત કરેલ સીલેબસ મુજબનો રહેશે.

પેપર-૨ ગુજરાતી ભાષાના રહેશે. 

અભ્યાસક્રમ ધોરણ-૧૨ હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં. જેમાં 

  • ગુજરાતી ભાષા (Language) - ૩૦ ગુણ, 
  • વ્યાકરણ (Grammar) - ૪૦ ગુણ અને 
  • સાહીત્ય (Literature) - ૩૦ ગુણ 

આમ કુલ-૧૦૦ પ્રશ્નો પુછવામાં આવશે અને દરેક પ્રશ્ન નો ૧ ગુણ રહેશે. આમ, કુલ-૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે.

દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે ૦.૨૫ ગણ બાદ કરવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સીગ વિષયને લગતી પરીક્ષા પેપર-(૧) ૧૦૦ ગુણની રહેશે. જેમાં ઉત્તીર્ણ થવા માટે ૪૦ ટકા ગુણ જરૂરી છે. પરીક્ષા માટેનો સમય ૨(બે) કલાકનો રહેશે. પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે.

ગુજરાતી ભાષાની પરીક્ષા પેપર-(૨) ૧૦૦ ગુણની રહેશે. જેમાં ઉત્તીર્ણ થવા માટે ૩૫ ટકા ગુણ જરૂરી છે. પરીક્ષા ફકત ગુજરાતી ભાષામાં આપી શકાશે.

બન્ને પરીક્ષામાં પાસ થવુ જરૂરી છે, પરંતુ નર્સીંગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંન્ને પેપરમાં મેળવેલ કુલ ગુણના આધારે મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે.


Official Notification : https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/13858968_Final%20ADVT-2024.pdf


Apply Online : https://ojas.gujarat.gov.in/


More Information :