મિશન વાત્સલ્ય યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત | Mission Vatsalya Yojana Various Posts Recruitment in Ahmedabad District | Walk in interview
વોક ઇન ઇન્ટરવ્યુ
ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં જિલ્લા કક્ષાની કચેરી અને જે.જે.એક્ટ- ૨૦૧૫ હેઠળ રજિસ્ટર્ડ થયેલ જુદી જુદી સંસ્થાઓમાં સ્ટાફની ભરતી માટે ૧૧ માસના કરાર આધારીત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધો૨ણે ખાલી પડેલ જગ્યાઓની ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે દર્શાવેલ સ્થળ પર વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવેલ છે.
ઇન્ટરવ્યુ માટે સ્થળ : ફીઝીયોથેરાપી સેન્ટર, વિકાસગૃહ, ધૂમકેતુ માર્ગ, પાલડી, અમદાવાદ.
ઇન્ટરવ્યુની તારીખ : ૧૨/૧૧/૨૦૨૪ (ક્રમ-૧ ની જગ્યા માટે) અને તા. ૧૩/૧૧/૨૦૨૪ (ક્રમ-૨થી ૨૨ની જગ્યા માટે)
જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :
- જિલ્લા બાળ સુરક્ષા અધિકારી - ૦૧ જગ્યા
- હાઉસ મધર (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- પેરા મેડિકલ સ્ટાફ (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક (ટીચર ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- પીટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- રસોયા (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- હાઉસ મધર (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- પેરા મેડિકલ સ્ટાફ (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- રસોઇયા (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- હેલ્પ૨ કમ નાઇટ વોચમેન (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- પીટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર (ફક્ત મહિલા ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- ગૃહપિતા (ફક્ત પુરૂષ ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ - ૦૧ જગ્યા
- રસોઇયા - ૦૧ જગ્યા
- આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર - ૦૧ જગ્યા
- હેલ્પર કમ નાઇટ વોચમેન (ફક્ત પુરૂષ ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- પીટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર - ૦૧ જગ્યા
- હેલ્પ૨ કમ નાઇટ વોચમેન (ફક્ત પુરૂષ ઉમેદવારો માટે) - ૦૧ જગ્યા
- હાઉસ કીપર - ૦૧ જગ્યા
- આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર - ૦૧ જગ્યા
- પીટીઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર - ૦૧ જગ્યા
- રસોયા - ૦૧ જગ્યા
કુલ જગ્યા : 26 જગ્યા
(૧) ઉપ૨ોક્ત જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ એક કરતાં વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ, સરનામું અને સંપર્ક નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે આપવાની ૨હેશે અને જે સંસ્થા માટે અરજી કરેલ હોય તે સંસ્થાનું નામ નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે સંસ્થા માટે અરજી કરેલ હોય તે સંસ્થાનું નામ તથા જે પોસ્ટ જગ્યા માટે અરજી કરેલ હોય તે પોસ્ટ જગ્યાનું સ્પષ્ટ નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે.
(૨) ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે પોતાનાં શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે, પાસપોર્ટ સાઇઝના ૦૨ ફોટા, ઓળખનો પુરાવાની નકલ (સરકાર માન્ય કોઇપણ એક પુરાવો-આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેકશનકાર્ડ વગેરે પૈકી એક અસલ સાથે રાખવાની રહેશે.) જન્મ તારીખનો પુરાવો, (સ્કૂલ લીવીંગ પ્રમાણપત્ર/S.S.C. બોર્ડ ક્રેડીટ પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય તે) તમામ પુરાવાઓની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સમય સવારે ૧૧.૩૦ કલાક સુધીમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
(૩) રજિસ્ટ્રેશનના સમયમર્યાદા બાદ આવેલ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર ગણાશે નહીં.
(૪) ઉપ૨ોક્ત જગ્યાઓ માટે પૂરતાં પ્રમાણપત્રો રજૂ ન કરેલ ઉમેદવારો મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર ગણાશે નહીં.
(૫) ઉપરોક્ત ૧૧ માસના કરાર આધારિત ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ અમદાવાદને આધિન રહેશે.
More Information :