DSAG Medical - Engineering Admission Coaching Scheme | NEET / J.E.E. and GUJCET Coaching Scheme | dsagsahay, gujarat.gov.in

DEVELOPMENT SUPPORT AGENCY OF GUJARAT (DSAG) Medical - Engineering Admission Coaching Scheme | NEET / J.E.E. and GUJCET Coaching Scheme | dsagsahay, gujarat.gov.in



DEVELOPMENT SUPPORT AGENCY OF GUJARAT (DSAG)

ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ),

આદિજાતિ વિકાસ વિભાગ

ગુજરાત સરકાર

ત્રીજો માળ, બિરસા મુંડા ભવન, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર ફોન નં. ૦૭૯-૨૩૨-૫૨૨૫૦


મેડીકલ તથા એન્જીનીયરીંગ અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે નીટ / જે.ઈ.ઈ. તથા ગુજકેટ કોચિંગ સહાય યોજના


ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ), આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને મેડીકલ તથા એન્જીનીયરીંગ અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે નીટ / જે.ઈ.ઈ. તથા ગુજકેટ કોચિંગ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા આદિજાતિના વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. અરજી માટેની અગત્યની તારીખો નીચે મુજબ છે.


મેડીકલ - એન્જીનીયરીંગ પ્રવેશ કોચિંગ યોજના

લાભાર્થી પસંદગી માપદંડ

1. લાયકાતના ધોરણો :

a. ધોરણ-૧૦ માં ૬૦% ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ આદિજાતિ વિદ્યાર્થી. 

b. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકશે. 

c. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ થયેલા વિદ્યાર્થી પણ એક વખત માટે આ યોજનાનો લાભ મેળવી શકશે.


2. આદિજાતિ વિદ્યાર્થીઓની પસંદગી :

a. આદિજાતિના વિદ્યાર્થીઓની પસંદગી મેરીટના ધોરણે (ધોરણ-૧૦ ની ટકાવારીના આધારે) કરવામાં આવશે.

b. આદિજાતિ અરજદાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે તો ડી-સેગ કચેરી ખાતે ઉપલબ્ધ ગ્રાન્ટના આધારે જીલ્લાવાર ટારગેટ (વિદ્યાર્થી) ફાળવવામાં આવશે, જે પૈકી ધોરણ- ૧૦ના મેરીટના ધોરણે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.


3. આવક મર્યાદા :

a. વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૫.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈશે.


ઓનલાઈન અરજી કરવાની તારીખ :

અરજી કરવાની તારીખ : ૨૨/૧૧/૨૦૨૪, સમય બપોરે ૧૨.૦૦ કલાક

અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૭/૧૨/૨૦૨૪, રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી


ઓનલાઈન અરજી માટેની સુચના :

૧. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પછી અરજદાર અરજી કરી શકશે નહિ. ૨. ઓનલાઈન અરજી www.dsagsahay.gujarat.gov.in પર સ્વીકારવામાં આવશે. કોઈ પણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી.

૩. ઓનલાઇન અરજી કરતાં પૂર્વે https://dsagsahay, gujarat.gov.in/pdf/neetjee.pdf પર યોજના હેઠળની પાત્રતાના ધોરણો, અરજી માટેના જરુરી દસ્તાવેજોની યાદી તથા વિધાર્થીને મળવાપાત્ર સહાયની વિગત ચકાસવા વિનંતી છે.

૪. જે વિધાર્થી દ્વારા નીટ / જે.ઈ.ઈ. / ગુજકેટ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ શરુ કરવામાં આવેલ ન હોય અથવા અરજીની તારીખે જે વિદ્યાર્થીનો ઓછામાં ઓછા ૦૩ માસનો નીટ/જે.ઈ.ઈ./ગુજકેટ કોચિંગ પીરીયડ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ જો યોજના હેઠળ પસંદગીની પાત્રતા ધરાવતા હશે તો ગ્રાન્ટની મર્યાદામાં તથા મેરીટના ધોરણે પસંદગી કરવામાં આવશે.


Official Notificationhttps://dsagsahay.gujarat.gov.in/pdf/jeeneet.pdf


Official Websitehttps://dsagsahay.gujarat.gov.in/



More Information :