આશ્રમ શાળા દાહોદ કાયમી વિદ્યાસહાયક ભરતી જાહેરાત | Ashram Shala Dahod District Vidyasahayak Bharti 2024

આશ્રમ શાળા દાહોદ કાયમી વિદ્યાસહાયક ભરતી જાહેરાત | Ashram Shala Dahod District Vidyasahayak Bharti 2024



આદિજાતિ વિકાસ વિભાગ દાહોદ

જોઇએ છે વિદ્યા સહાયકો

શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત અને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત અનુદાનિત આશ્રમશાળાઓમાં ધોરણ ૬ થી ૮ માટે વિદ્યાસહાયકોની ભરતી માટે મે.મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરીએ થી ના વાંધા પ્રમાણપત્ર (NOC) મળેલ છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૫ (પંદર) માં ફ્કત રજી,પો.એડી. (R.P.A.D.)થી મળે તેમ આશ્રમશાળાના સરનામા પર અરજી કરવા જણાવવામાં આવે છે.



આશ્રમશાળાનું નામ : શ્રી સામંતસિંહ મેડા આદિવાસી આશ્રમશાળા સેવનીઆ, તા.દેવ-બારીઆ, જી.દાહોદ 

જગ્યાનું નામ : વિધાસહાયક

વિષય : ગણિત-વિજ્ઞાન

લાયકાત : બી.એસ.સી., બી.એડ. અથવા બી.એસ.સી..બે વર્ષિય પી.ટી.સી. TET-2

જગ્યાઓ : ૦૧ જગ્યા

અરજી કરવાનું સરનામું : 

આચાર્યશ્રી

શ્રી સામંતસિંહ મેડા આદિવાસી આશ્રમશાળા સેવનીઆ, તા.દેવ-બારીઆ, જી.દાહોદ 


જગ્યાનું નામ : વિધાસહાયક

વિષય : અંગ્રેજી

લાયકાત : બી.એ., બી.એડ. અથવા બી.એ.,બે વર્ષિય પી.ટી.સી. TET-2

જગ્યાઓ : ૦૧ જગ્યા

અરજી કરવાનું સરનામું : 

આચાર્યશ્રી

શ્રી સામંતસિંહ મેડા આદિવાસી આશ્રમશાળા સેવનીઆ, તા.દેવ-બારીઆ, જી.દાહોદ 



આશ્રમશાળાનું નામ : શ્રી આદિવાસી આશ્રમશાળા દુધિયા, તા. લીમખેડા, જી. દાહોદ

જગ્યાનું નામ : વિધાસહાયક

વિષય : સામાજીક વિજ્ઞાન

લાયકાત : બી.એ., બી.એડ. અથવા બી.એ.,બે વર્ષિય પી.ટી.સી. TET-2

જગ્યાઓ : ૦૧ જગ્યા

 અરજી કરવાનું સરનામું :  

આચાર્યશ્રી

શ્રી આદિવાસી આશ્રમશાળા દુધિયા, તા. લીમખેડા, જી. દાહોદ


લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૫ (પંદર) માં ફ્કત રજી,પો.એડી. (R.P.A.D.)થી મળે તેમ આશ્રમશાળાના સરનામા પર અરજી કરવા જણાવવામાં આવે છે


જાહેરાત પ્રસિદ્ધ : 07/09/2024 


શરતો :

(૧) નિમણુંક પામેલ ઉમેદવાર પૈકી મહિલા કર્મચારીએ ગૃહમાતા અને પુરૂષ કર્મચારીઅએ ગૃહપતિ તરીકે ફરજ બજાવવાની હોય પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં નિવાસ કરી ૨૪ કલાક હાજર રહી સંસ્થા તરફથી સોંપવામાં આવેલ કામગીરી તથા નકકી કરેલ નિયમો મુજબ ફરજ બજાવવાની રહેશે. 

(૨) સરકારશ્રીએ નકકી કરેલ ધારા ધોરણ ની લાયકાત મુજબના તમામ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત કરેલ નકલો અરજી સાથે સામેલ કરવાની રહેશે. 

(૩) જે માર્કશીટમાં CGPA/CPI/GRADE દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી/કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્ઝન કરેલ પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. 

(૪) સરકારશ્રીએ ઠરાવ્યા અનુસાર કોમ્પ્યુટર ના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. 

(૫) નોકરી કરતા સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/કોર્પોરેશન સંસ્થાના કર્મચારીએ નિમણુંક સત્તાધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર (NOC) અરજીપત્રક સાથે સામેલ કરવાનું રહેશે. 

(૬) ઉમેદવારે ઉપરોકત લાયકાત સંદર્ભે જરૂરી તમામ પરીક્ષાઓ તથા સરકારશ્રી દ્વારા નિયત કરેલ ટેટ-૨ (TET-2) ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhKb7pNU9eq1-B2IJlzlK9lO5jvDYwUb1tVPnfWi_1QVt6bRBXK5XFWoCYUKzjWaTohQPpBImH3JaSisXA_FUGCbekiioHS1PYhVX1eofVohDQ7De0BC-JtxOqF1n0vc8_IzadCccZfru9Cx5N6pU6m-NU1XDf_1KsSTnxPjHQbQVSrjvV6jkyHeaXoncU/s1295/03.jpg


More Information :