ડીજીટલ ગુજરાત પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ / ગણવેશ સહાય / સાયકલ સહાય યોજના | Digital Gujarat Pre Matric Scholarship / Uniform Sahay / Cycle Sahay Scheme | www.digitalgujarat.gov.in

ડીજીટલ ગુજરાત પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ / ગણવેશ સહાય / સાયકલ સહાય યોજના | Digital Gujarat Pre Matric Scholarship / Uniform Sahay / Cycle Sahay Scheme | www.digitalgujarat.gov.in


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

ભારત સરકાર / રાજ્ય સરકારશ્રીની પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ / ગણવેશ સહાય / સાયકલ સહાય યોજનાઓનો અમલ Online કરવા બાબત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રભાગ દ્વારા રાજ્યમાં આવેલ માન્ય શાળાઓમાં ધોઃ૧ થી ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય / કેન્દ્ર સરકારશ્રીની શિષ્યવૃત્તિ/ગણવેશ સહાય/સાયકલ સહાય યોજનાઓનો લાભ નિયમોનુસાર તેઓના ખાતામાં સીધો ચુકવી શકાય | સાયકલ સહાય આપી શકાય તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ શાળાઓ પાસેથી વર્ષ : ૨૦૨૪-૨૫ માટેની દરખાસ્તો ઓનલાઈન મંગાવવામાં આવે છે.

આ માટેની વેબસાઈટ https://www.digitalgujarat.gov.in છે. વર્ષ : ૨૦૨૪-૨૫ની કામગીરી માટે શાળાઓના લોગીનમાં માર્ગદર્શક સૂચનાઓની PDF ફાઈલ "User Manual" "News" સેક્શનમાં મુકવામાં આવેલ છે જે મુજબ આચાર્યશ્રીઓએ કામગીરી કરવાની થાય છે.

તમામ શાળાઓએ કરવાની થતી કામગીરીનો પરિપત્ર જિલ્લા કચેરીએથી મળી રહેશે તેમ છતાં જો કોઈ બાબતે મુંઝવણ ઉભી થાય તો તુર્ત જ જિલ્લા નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનો સંપર્ક ક૨વાનો રહેશે અને વર્ષ : ૨૦૨૪-૨૫ની પ્રિમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાની કામગીરી પૂર્ણ ક૨વાની ૨હેશે.


Official Notification https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg7lEBb4DIpQB4QZVje-tkHtzPhwhOr_nxOPbHyUKeeys4iZ_iVr26_zQz855C2kPe5khdl4RweX-5rI8YMuUeoutPoamaiJA7HsqWJHJoeg0DV90awhG2mTJCw6bZ2fWiTf5MJHD75NhVaZeJKJSWhOJEIrpVaIq_qn9BA9_X7RdyOhHvg5zPIlWRwhmA/s988/06.jpg


Official Website : https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx


More Information :