District Health Society Mahisagar Recruitment / Bharti 2024 | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મહીસાગર ભરતી ૨૦૨૪

District Health Society Mahisagar Recruitment / Bharti 2024 | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મહીસાગર ભરતી ૨૦૨૪


ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, મહીસાગર માટે કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, મહીસાગર ખાતે એન.એચ.એમ. અંતર્ગત ‘‘આયુષ્માન આરોગ્ય મંદિર’’ ‘‘આરોગ્યમ્ પરમમ્ ધનમ્’' પ્રોગ્રામ હેઠળ ૧૧ માસના કરારીય ધોરણે નીચે મુજબની આયુષ્માન આરોગ્ય મંદિર (UHWC) લુણાવાડા-૩ ભોઇવાડા ખાતે મેડીકલ ઓફીસર (એમ.બી.બી.એસ.)ની ખાલી જગ્યા ભરવા તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કોમ્યુનીટી હેલ્થ ઓફીસરની ખાલી જગ્યા ભરવા તથા આ બંનેની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવે છે. 


જગ્યાનું નામ & શૈક્ષણિક લાયકાત : 

૧. મેડીકલ ઓફીસર (એમ.બી.બી.એસ) - રાજ્યના ધોરણો મુજબ અને ઉમેદવારે એમ.બી.બી.એસ પાસ કરેલ હોવો જોઇએ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરેલ હોવી જોઇએ : કુલ જગ્યા-૧

૨. કોમ્યુનીટી હેલ્થ ઓફિસર - BAMS / GNM / B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા CCCH નો કોર્સ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સિંગનાં કોર્સમાં જુલાઇ-૨૦૨૦થી સામેલ કરેલ હોય જુલાઇ- ૨૦૨૦ કે ત્યાર બાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો : કુલ જગ્યા-૧૫


ઉક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ અરજી આરોગ્ય સાથી પોર્ટલની લિંક https://arogyasathi.gujarat.gov.in પર તા. ૧૧/૦૮/૨૦૨૪ નાં રોજ (બપોરે ૧૨:૦૦ કલાકથી) તા. ૧૭/૦૮/૨૦૨૪ નાં રોજ (રાત્રે ૧૧:૫૯ કલાક) સુધી (દિન-૭માં) ઓનલાઇન અરજી કરવાની રહેશે. દર્શાવેલ ખાલી જગ્યા માટેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.


ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

  • (ક્રમ-૧ માટે) એમ.બી.બી.એસ ની તમામ વર્ષની માર્કશીટ પ્રમાણિત નકલ
  • (ક્રમ-૧ માટે) ગુજરાત મેડીકલ કાઉન્સીલીંગ રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ
  • માસિક પગાર 31.94,000/- ફિક્સ
  • 31.30,000/- અને મહતમ 31.10,000/- પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટીવ
  • ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. સાદી ટપાલ / કુરિયર / રૂબરૂ / સ્પીડપોસ્ટ / આર.પી.એ.ડી.થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
  •  અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઇ-મેઇલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઇ- મેઇલ આઇ-ડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.
  • નિમણુકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મહીસાગરનો રહેશે.


More Information :