Dholka Nagarpalika Fire Department Recruitment / Bharti 2024 | ધોળકા નગરપાલિકા ફાયર વિભાગ ભરતી અંગેની જાહેરાત | dholkanagarpalika.org

Dholka Nagarpalika Fire Department Recruitment / Bharti 2024 | ધોળકા નગરપાલિકા ફાયર વિભાગ ભરતી અંગેની જાહેરાત | dholkanagarpalika.org


ધોળકા નગરપાલિકા, જી. અમદાવાદ 

ભરતી અંગેની જાહેરાત

ધોળકા નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : અગન-૧૦૨૦૧૮-૭૦-વ પાર્ટ તા. ૨૭/૦૯ ૨૦૧૯થી મહેકમ મંજુર થયેલ છે. 


જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :

(૧) ડિસ્ટ્રીક્ટ ડિવીઝનલ ફાયર ઓફીસર વર્ગ ૨ : જગ્યા-૧ 

(૨) ફાય૨ વાયરલેસ ઓફીસર વર્ગ ૩ : જગ્યા-૧

(૩) ફાયરમેન કમ ડ્રાયવ૨ : ૪ જગ્યા (જનરલ પુરુષ જગ્યા-૨ અને મહિલા- ૨) 


એમ મળીને કુલ -૬(છ) જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત, ટેકનીકલ લાયકાત, શારિરીક ક્ષમતા, અનુભવ તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવા૨ો પાસેથી અરજીપત્રકો મંગાવવામાં આવે છે. અરજીપત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકાના સીવીક સેન્ટર નગરપાલિકાની મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમ્યાન મળી શકશે અથવા https://dholkanagarpalika.org ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. 

નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D. / સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી મોડામાં મોડા તા. ૧૬/૦૮/ ૨૦૨૪ સુધીમાં ધોળકા નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે.


1. ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી મોડામાં મોડા તા.૧૬/૦૮/૨૦૧૪ સુધીમાં ચીફ ઓફીસર, ધોળકા નગરપાલિકા, તા.ધોળકા, જી.અમદાવાદ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. અન્ય રીતે રજુ થયે અરજી રદ કરવાપાત્ર થશે.

2. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝ ફોટા નંગ-૧, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

3. ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિનઅનામત વર્ગના અરજદારે રૂ.૫૦૦/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ, ચીફ ઓફીસર, ધોળકા નગરપાલિકાના નામથી મોકલવાનો રહેશે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા શૈક્ષણિક પછાતવર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે કોઈ ફી ભરવાની રહેશે નહીં. પરંતુ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું નોન ક્રીમીલેયરનું પ્રમાણપત્ર તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે જાહેરાતની તારીખે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર અરજી સાથે ફરજિયાત રજુ કરવાનું રહેશે તેના સિવાય અનામતના લાભો મળવાપાત્ર થશે નહીં. તેમજ ઉમેદવારી અમાન્ય ગણવામાં આવશે.

4. અરજીના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.(દા.ત.”વિભાગીય ફાયર ઓફીસર તરીકેની અરજી”)

5. વયમર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે નિયત શૈક્ષણિક લાયકાત, જરૂરી વયમર્યાદા તથા નિયત અનુભવ ધરાવતાં હોવા જોઈએ.(અનુભવ અંગેનું અનુભવનું પ્રમાણપત્ર જે તે સંસ્થાના લેટરપેડ પર સક્ષમ અધિકારીની સહી સિક્કાવાળું રજુ કરવું ઓફર લેટર માન્ય ગણાશે નહી.)

6. દરેક જગ્યા માટે ઉમેદવારે અલગ અલગ અરજી કરવાની રહેશે.(અરજદાર દ્વારા એક જગ્યા માટે બે અરજી કરવામાં આવે તો આખરી અરજી માન્ય રાખવામા આવશે.)

7. એક જ અરજીપત્રકમાં એક કરતાં વધુ જગ્યા માટે અરજીઓ કરેલ હશે તો અરજીપત્રક રદ ગણવામાં આવશે.

8. અરજીપત્રક ધોળકા નગરપાલિકાની મહેકમ શાખામાંથી રૂબરૂમાં, અથવા (https://dholkanagarpalika.org) ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

9. અધૂરી વિગતની અરજી તથા અપૂરતી ફી, સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં.

10. આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે સંપૂર્ણ અથવા અંશત: રદ કરવાની આવશ્યક્તા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિનો સંપૂર્ણ અબાધિત હક્ક/અધિકાર રહેશે. નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં. જગ્યાઓની સંખ્યા અંદાજિત છે જે ફેરફારને પાત્ર રહેશે.

11. અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યા પર અરજી કરે તો અનામતના કોઈ લાભ મળવાપાત્ર થશે નહીં અને સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકેની શરતો લાગુ પડશે.

12. માન્યતા પ્રાપ્ત અરજીઓના ઉમેદવારોની શારીરિક ક્ષમતા, શારીરિક કસોટી, સ્વિમિંગની જાણકારીનું પરીક્ષણ યોજવામાં આવશે. જેમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

13. માન્ય તમામ સંવર્ગના ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો અભ્યાસક્રમ નિયામકશ્રી, અગ્નિશમન સેવા દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે. જે અંગેની જાણ માન્ય ઉમેદવારોને અલગથી કરવામાં આવશે.

14. સરકારશ્રીની નીતિ અનુસાર વર્ગ-(૨) સંવર્ગના અધિકારીઓની તેઓને મળવાપાત્ર કાયમી પગારધોરણમાં પ્રથમ-૨(બે) વર્ષ માટે અજમાયશી નિમણુંક આપવામાં આવશે. જયારે વર્ગ-(૩) સંવર્ગના કર્મચારીઓની પ્રથમ નિમણુંક ૫(પાંચ) વર્ષના ફિક્સ પગારથી કરવામાં આવશે. વર્ગ-(3) સંવર્ગના કર્મચારીઓના કરારીય સમયગાળો સંતોષકારક રીતે પુર્ણ થયેથી તેઓને ધોળકા નગરપાલિકાના પ્રવર્તમાન ધારા ધોરણ અનુસાર પગાર-ભથ્થા મળવાપાત્ર થશે.


Official Website https://dholkanagarpalika.org/


ફાયર ભરતી અંગેની જાહેરાત : https://dholkanagarpalika.org/Download/%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3%E0%AA%95%E0%AA%BE%20%E0%AA%A8.%20%E0%AA%AA%E0%AA%BE.%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%20%E0%AA%A4%E0%AA%BE.%E0%AB%A8%E0%AB%AD-%E0%AB%A6%E0%AB%AD-%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8%E0%AB%AA.pdf


ફાયર ભરતી જાહેરાત અંગેની શૈક્ષણિક લાયકાત : https://dholkanagarpalika.org/Download/Fire%20Jaherat%20Eligibility.pdf


More Information :