યુજી નીટ NEET (UG) માટે અરજી પ્રક્રિયા શરૂ, 9 માર્ચ અંતિમ તારીખ દેશનાં 554 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાશે | મેડિકલની એક લાખ બેઠકો માટે 5 મેએ પરીક્ષા

મેડિકલની એક લાખ બેઠકો માટે 5 મેએ પરીક્ષા | યુજી નીટ માટે અરજી પ્રક્રિયા શરૂ, 9 માર્ચ અંતિમ તારીખ દેશનાં 554 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાશે


નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ નીટ યુજી 2024 માટે ઓનલાઇન અરજી માટેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. વિદ્યાર્થીઓ 9 માર્ચે રાત્રે 11.50 સુધીમાં અરજી કરી શકશે. પરીક્ષા 5 મેના રોજ પેન-પેપર મોડ ૫૨યોજવામાં આવશે. અરજી કરવા માટેની સંપૂર્ણ વિગતો એનટીએની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. દેશભરની મેડિકલ કોલેજોમાં સ્નાતક કક્ષાએ પ્રવેશ માટેની યુજી નીટ દેશભરનાં 554 પરીક્ષા કેન્દ્ર ૫૨ યોજવામાં આવશે. 


આ પરીક્ષા માટે જનરલ અને એનઆરઆઈ કેટેગરીના ઉમેદવારોને માટે રૂ.1700, જનરલ, ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે રૂ.1600 જ્યારે એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોમાટેરૂ.1હજાર ફી રહેશે. યુજી નીટ 5 મેએ પૂર્ણ થશે અને તેનું પરિણામ 14 જૂને જાહેર કરવામાં આવશે. દેશભરની આશરે એક લાખ મેડિકલ બેઠકો પર પ્રવેશ માટેની યુજી નીટનું આયોજન હાથ ધરવામાં આવશે.


More Information :