વડોદરા ડિવિઝનમાં ૬૬ ડ્રાઇવર અને / ૮૭ કન્ડકટરની કોન્ટ્રાકટથી ભરતી થશે

વડોદરા ડિવિઝનમાં ૬૬ ડ્રાઇવર અને / ૮૭ કન્ડકટરની કોન્ટ્રાકટથી ભરતી થશે


એસટીના નિવૃત્ત કર્મચારીઓની ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરાશે

ઓપરેશનલ સ્ટાફની અછત હોવાથી એસટી નિગમ દ્વારા લેવાયેલું પગલું

વડોદરા ડિવિઝનમાં ૬૬ ડ્રાઇવર અને / ૮૭ કન્ડકટરની કોન્ટ્રાકટથી ભરતી થશે


ભરતી પ્રક્રિયામાં ૪ થી ૬ મહિના જેટલો સમય લાગી શકે હોવાથી નિગમે ભરતી માટે આપેલી મંજૂરી

એસટી વિભાગમાં ઓપરેશન સ્ટાફની અછત અને આગામી લોકસભાની ચૂંટણીમાં એસટીબસ ફાળવવી પડે તે સમયે ઉભી થનારી સમસ્યા નિવારવા માટે એસટી નિગમ દ્વારા કર્મચારીઓની કોન્ટ્રાકટ હેઠળ ભરતી કરવા માટેની મંજુરી આપી છે. આગામી લોકસભાની ચૂંટણીઓના પડધમના પગલે તેની તૈયારીઓ એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે ઇવીએમ મશીન ગ્રામ્ય વિસ્તારમાં અંતરિયાળ મતદાન મથક સુધી પહોંચાવા માટે એસટીબસનો ઉપયોગ કરવામાં આવે છે. જયારે મતદાન થયા પછી ઇવીએમ મશીનને સ્ટ્રોન્ગ રૂમ સુધી પહોંચાડવા માટે એસટીબસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે એસટીબસોની માંગ કરવામાં આવતા બસો ફાળવવામાં આવે છે. પરંતુ જાન્યુઆરીમાં નિવૃત્ત થયેલા અને જૂન ૨૦૨૪ સુધીમાં તિવૃત્ત થનાર અરજી કરી શકશે

વડોદરા ડિવિઝનલ કન્ટ્રોલર વિકલ્પ શર્માએ જણાવ્યુ હતુકે, ૧૧ મહિના કોન્ટ્રાકટ હેઠળ ભરતી થશે. આ કોન્ટ્રાકટ હેઠળ થનારી ભરતીમાં જયાં સુધી નવ નિયુકત કર્મચારી નહી આવે ત્યાં સુધીને તેમને ચાલુ રાખવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયામા જાન્યુઆરી ૨૦૨૪માં નિવૃત થયેલા અને ત્યારબાદ જુન ૨૦૨૪ સુધીને નિવૃત થનાર ડ્રાઇવર કન્ડકટર પણ અરજી કરી શકશે.

લોકસભાતી ચૂંટણી માટે ૧૦૦ ઉપરાંત એસટી બસ ફળવાય છે

લોકસભાની ચૂંટણીમાં એસટીબસની જરૂરિયાત ૧૦૦ થી ૧૫૦ સુધીની હોય છે. આ ઉપરાંત ચૂંટણી અધિકારી દ્વારા જેટલી બસોની માંગણી કરવામાં આવે છે તેટલી પુરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે વિધાનસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એસટીબસની વધુ જરૂરિયાત ઉભી થાય છે. લોકસભાની ચૂંટણીમાં ૧૦૦ ઉપરાંત એસટીબસોની જરૂરિયાત ઉભી થાય છે. જે સ્ટાફ સાથે વડોદરા ડિવિઝનમાંથી ફાળવવામાં આવે છે.

એસટી વિભાગમાં ઓપરેશનલ સ્ટાફની અછત છે. જે માટે રાજય સરકારે ભરતી પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે. જોકે ભરતી પ્રક્રિયા પુર્ણ થઇને નવ નિયુકતો હાજર થતા લગભગ ૪ થી ૬ મહિના જેટલો સમય લાગી શકે છે. જયારે લોકસભાની ચૂંટણીઓ આ સમય ગાળા પહેલા યોજાય તેવી શકયતાઓને ધ્યાનમા રાખીને એસટી વિભાગ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી હતી. એસટી વિભાગમાં ઓપરેશનલ સ્ટાફની અછત હોવાથી લોકસભા ચૂંટણી ટાંણે સમસ્યા સર્જાઇ શકે છે. સ્ટાફ ઓછો હોય અને અન્ય કામગીરીમાં બસ મોકલવાનુ થાય તો કેટલાક ઓપરેશનલ રૂટ કેન્સલ કરવા પડે તેવી શક્યતાઓ ઉભી થાય. જેના લીધે મુસાફરોને તકલીફ પડે અને મુસાફરોનો હોબાળો થાય આ સ્થિતિ નિવારવા માટેની રજુઆત એસટી વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

એસટી નિગમ દ્વારા અછતની વિગતો મંગાવવામાં આવી હતી.જેમાં વડોદરા ડિવિઝનમાં ૬૬ ડ્રાઇવર અને ૮૭ કન્ડકટર (ઓપરેશનલ સ્ટાફ)ની અછત હોવાનુ જણાવાયુ હતુ. એસટી નિગમ દ્વારા જાન્યુઆરી ૨૦૨૧ના રોજ નિવૃત થયા હોય અને જેમને નોકરીની જરૂરિયાત હોય ઉંમર ૬૨વર્ષની હોય તેવા ડ્રાઇવર કન્કટરની ભરતી કરવાની મંજુરી આપી હતી. જેના પગલે વડોદરા ડિવિઝનલ કન્ટ્રોલર વિકલ્પ શર્મા દ્વારા ભરતી પ્રક્રિયા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે.

વડોદરા ડિવિઝનના સાત ડેપો વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, ડભોઇ, કરજણ પાદરા અને વાઘોડિયા એસટીડેપોમાં નોકરી કરવા ઇચ્છનાર પોતાની અરજી આપી શકે છે. તેઓને રેષકોર્ષ ની વિભાગીય કચેરી ખાતે બોલાવીને ૧૧ મહિનાના કોન્ટ્રાકટ હેઠળ નિગમના નિયમોના આધારે ભરતી કરવામાં આવશે. વધુમાં વધુ આગામી ૧૦ દિવસમાં હંગામી ઓપરેશનલ સ્ટાફની ભરતી પ્રકિયા પુરી કરી દેવામા આવનાર છે.


More Information :