GSEB STD 10 SSC / 12 HSC Purak Pariksha Exam Online Registration 2024 | sscpurakreg.gseb.org | hscgenpurak.gseb.org

GSEB & HSEB STD 10th SSC / 12th HSC Exam Online Registration Purak Pariksha 2024 | sscpurakreg.gseb.org | hscgenpurak.gseb.org


STD 10 (SSC) , STD 12 (HSC) Commencement of Application Process for General Stream Supplementary Examination

  • Students can apply online till 22nd May
  • Girls and disabled students are exempted from examination fee

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) has started the application process for the supplementary examination for students who failed or were absent in the Class 10-12 examination conducted in March-2024. Students can apply online till May 22.

Schools have to apply online for the 10th supplementary examination 2024 from the board website www.gseb.org or sscpurakreg.gseb.org. While for class 12 general stream students have to apply online from www.gseb.org or hscgenpurak.gseb.org. The process for students to apply online and the process of payment of fees will have to be done by the school only through online means. The mode of acceptance of application in person or by post is not in force, so the list of students need not be sent to the Board. The application for this supplementary examination can be done online on May 22, till 5 pm. Girls and disabled students are exempted from examination fee.


ધો. 10, 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ

  • વિદ્યાર્થીઓ 22મી મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે
  • કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ 10-12ની પરીક્ષામાં નાપાસ થયેલા અથવા ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષા માટે અરજી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. વિદ્યાર્થીઓ આગામી 22 મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.

ધોરણ 10ની પૂરક પરીક્ષા 2024 માટેની અરજી શાળાઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ઓનલાઈન કરવાની રહેશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેવિદ્યાર્થીઓ www.gseb.org અથવા hscgenpurak.gseb.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીઓને ઓનલાઇન અરજી કરવા માટેની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે. અરજી રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી, જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી. આ પૂરક પરીક્ષા માટેની અરજી 22 મે, સાંજે પાંચ કલાક સુધી ઓનલાઈન કરી શકાશે. કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ છે.


અરજી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

* એક અથવા બે અથવા ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતનો સમાવેશ થયેલો છે. તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરી કરવાની પ્રક્રિયા દરમ્યાન ગણિત વિષય બદલી શકશે. વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણિતનો વિક્લ્પ બદલી શકશે.

* બેઝિક ગણિત સાથે નાપાસ થયેલ વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાં એ અથવા એબી ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ જે તે શાળામાંથી ધોરણ 10ની માર્ચ-2024ની પરીક્ષાની અરજી કરી હોય તો તે જ શાળામાં સ્ટાન્ડર્ડ ગણિત વિષય માટે પૃથક ઉમેદવાર તરીકે ઓનલાઈન અરજી કરી શકશે.

* સંસ્કૃત પ્રથમાના એક અથવા બે અથવા ત્રણ વિષયમાં નાપાસ અથવા ગેરહાજર વિદ્યાર્થીઓને માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે. સંસ્કૃત પ્રથમાની શાળાઓએ વિદ્યાર્થીની સહી કરેલી યાદી તથા ફીની રકમનો ડીડી બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરી પર મોકલી આપવા જણાવાયું છે.


Click to View Instruction for SSC Exam Registration - Purak Pariksha : https://sscpurakreg.gseb.org/Instruction/Instruction.pdf


STD 10 SSC Purak Pariksha Exam Online Registration https://sscpurakreg.gseb.org/


Click to View Instruction for HSC Exam Registration - Purak Pariksha : https://hscgenpurakreg.gseb.org/Instruction/Instruction.pdf


STD 12 HSC Purak Pariksha Exam Online Registration https://hscgenpurakreg.gseb.org/


તારીખ : ૨૨/૦૫/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે આવેદન કરી શકાશે.


More Information :